• Gujarati News
  • 16મીએ કેપીટીની બોર્ડ મીટિંગ

16મીએ કેપીટીની બોર્ડ મીટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| તાજેતરમાંકંડલા પોર્ટની ત્રણેક મહિના પછી મળેલી મેરેથોન બોર્ડ મીટિંગ બાદ હવે આગામી 16મી એપ્રિલે કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની મીટિંગ મળવા જઇ રહી છે. યોગાનુયોગ દિવસે ટેરીફ ઓથોરિટી ઓફ મેજર પોર્ટસ (ટેમ્પ) દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 16મી એપ્રિલે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રૂટીન એજન્ડાઓ ઉપરાંત સ્માર્ટ સિટી અને પોર્ટ બેઝ્ડ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમીક ઝોનને લગતા પણ કેટલાક નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. દિવસે ટેરીફ ઓથોરિટી ઓફ મેજર પોર્ટસ દ્વારા પણ ગાંધીધામ-કંડલામાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.