Home » Gujarat » Bhuj » Gandhidham » પાલિકાના સિટી ઇજનેરે રાજીનામું ધરી દીધું?

પાલિકાના સિટી ઇજનેરે રાજીનામું ધરી દીધું?

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

Gandhidham News - ગાંધીધામ પાલિકામાં ભાજપની ભવાઇને કારણે કેટલીક વખત જુદા જુદા પ્રશ્નો ઉભા થતા હોય છે. કેટલાક સંજોગોમાં અધિકારીઓને...

  • પાલિકાના સિટી ઇજનેરે રાજીનામું ધરી દીધું?
    ગાંધીધામ પાલિકામાં ભાજપની ભવાઇને કારણે કેટલીક વખત જુદા જુદા પ્રશ્નો ઉભા થતા હોય છે. કેટલાક સંજોગોમાં અધિકારીઓને સેન્ડવીચ જેવી સ્થિતિમાં મુકાઇ જવું પડે છે. બે જૂથ વચ્ચેના જંગમાં એક વર્ગ દ્વારા કામ થવું જોઇએ તેવી લાગણી જ્યારે બીજા જૂથ દ્વારા કામ ન થાય તે માટેનો અભિગમ દાખવવામાં આવતો હોવાનો ચણભણાટ અગાઉ ઉઠી ચૂક્યો છે. સિટી ઇજનેર પ્રકાશ જુરાણીએ અગમ્ય કારણોસર આજે રાજીનામું ધરી દેતાં કર્મચારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, આ બાબતને સત્તાવાર સમર્થન આપી શકે તેવા ચીફ ઓફિસર નીતિન બોડાતે ફોન રીસીવ કર્યો ન હતો. મોઢા એટલી વાતો ચાલી રહી છે. અગાઉ લાંચના કેસમાં જુરાણી સામે ફરિયાદ પણ થઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ