Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલામાં બોલેરોથી ઠોકરે પડી જતા યુવાનનું મોત

કંડલામાં બોલેરોથી ઠોકરે પડી જતા યુવાનનું મોત

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

પોર્ટથી ઝીરો પોઈન્ટની વચ્ચે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ કંડલા પોર્ટ પર...

  • કંડલામાં બોલેરોથી ઠોકરે પડી જતા યુવાનનું મોત
    પોર્ટથી ઝીરો પોઈન્ટની વચ્ચે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    કંડલા પોર્ટ પર ભારે વાહનોના ધસમસતા પ્રવાહ વચ્ચે બોલેરોની ઠોકર લાગતા આગળ જતી જીપના ઠાઠામાં ઉભેલો યુવાન પડી ગયો હતો. જેને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતંુ.

    સોમવારના મોડી રાતના અરસામા કંડલા પોર્ટથી ઝીરો પોઈન્ટ તરફ તીવ્ર ગતીથી આવી રહેલી બોલેરો જીજે 12 એઝેડ 3323ના ચાલક વિષ્ણુ પબારામ પ્રજાપતિ (રહે. ગળપાદર) એ અચાનક બ્રેક મારતા જીપના ઠાઠામાં ઉભેલા ઓમપ્રકાશ સોનારામ પ્રજાપતિ (ઉ.વ.18) પડીને રોડ પર પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યુ હતુ. કંડલા મરીન પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી હતી. અહિ નોંધવુ રહ્યુ કે કંડલા પોર્ટમાં દૈનિક ધોરણે બહોળી સંખ્યામાં ટ્રકો અને ટ્રેઈલરો આવતા જતા હોય છે. ઓછા વે બ્રીજ કાર્યરત હોવામ સહિતના કારણોના કારણે રોજ લાંબી લાઈનો સર્જાવા સહિતના કારણોથી અહિ ટ્રાફીક સતત રહે છે. જે વચ્ચે નાના મોટા અકસ્માતો આ માર્ગ પર લગાતાર સર્જાતા રહે છે ત્યારે ગતી મર્યાદાનું પાલન કઈ રીતે કરી શકાય તે દિશામાં તંત્ર સંક્રિય થાય તો અકસ્માતોની સંખ્યા પર અંકુશ આવી શકે તેવું જાણકારો વર્તુળોનું કહેવુ છે. કંડલાના ટ્રાફિકની અવરજવરને કારણે ભારેખમ વાહનો કેટલીક વખત બેફામ ગતિએ ચલાવવામાં આવતા હોય છે. જેને કારણે અકસ્માતો બનતા હોય છે. આ ઉપરાંત આ હાઇવે પર વાહનો પાર્ક ન કરવા પોલીસની સૂચના છતાં ધરાર પાર્કીંગ કરાતા તેને કારણે પણ અકસ્માત થતા હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending