Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » બે મહિનામાં જ 273 ગૌવંશની સારવારના કેસ બહાર આવ્યા

બે મહિનામાં જ 273 ગૌવંશની સારવારના કેસ બહાર આવ્યા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી મૂક્તિ આપવા માટે દોઢથી બે મહિનાથી અભિયાન...

  • બે મહિનામાં જ 273 ગૌવંશની સારવારના કેસ બહાર આવ્યા
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી મૂક્તિ આપવા માટે દોઢથી બે મહિનાથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અંદાજે 400થી વધુ આખલાને પિંજરે પુરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ પાલિકા પાણીમાં બેસી ગઇ હતી. દરમિયાન છેલ્લા બે માસમાં જ સંકુલની કામધેનું ગૌસેવા ટ્રસ્ટના ગૌ સારવાર કેન્દ્રમાં 273 કેસ સારવારલક્ષી આવ્યા હતા.

    ગાંધીધામ-આદિપુરમાં રખડતા ઢોરની સમસ્યાની બીજી બાજુ કેટલાક વાહન ચાલકો દ્વારા બેફામ ગતિએ વાહ ચલાવતા ગૌવંશને ઇજા પહોંચાડે છે. જેમાં ગૌવંશના પગ, સિંગડા તુટવા તથા અડફેટે આવતા મોત પણ નિપજતાં હોય છે. કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા હાલ 350થી 400 ગૌવંશને સારવાર અને નિભાવની કામગીરી કરવામાં આવી રહી છે. કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે.

    પશુની સારવાર કરવામાં આવી રહી છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending