તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઉસિંગ બોર્ડના ગટર પરના 16 દબાણકર્તાને નોટિસ પાઠવાઇ

હાઉસિંગ બોર્ડના ગટર પરના 16 દબાણકર્તાને નોટિસ પાઠવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકામાં દબાણકર્તાઓ સામે પગલા ભરવામાં વામણી પુરવાર થયેલી પાલિકા દ્વારા કેટલીક વખત પગલા ભરવા માટે નાટક કરવામાં આવતું હોય છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 16 જેટલા પ્લોટ ધારકોએ ગટરની લાઇન પર દબાણ કર્યું હોવાનું જણાતા તેને દૂર કરવા પાલિકાએ નોટિસ આપી છે. સાત દિવસમાં ઝુંપડા, શૌચાલય સહિતના દબાણ દૂર થાય તો પાલિકા દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પાલિકાની નીતિને કારણે અને કેટલીક વખત પગલા ભરવામાં ઠાગાઠૈયાવૃતિ દાખવવામાં આવતા શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણ વધી રહ્યા છે. થઇ રહેલા દબાણ દૂર કરવા માટે પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવાનું ટાળે છે.

કેસરનગરનું કામ શરૂ કરવામાં આવ્યું

કેસરનગરવિસ્તારમાં ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવા માટે પગલા ભરાતા વિવાદ થયો હતો. બાબતે દિવાલનું દબાણ દૂર કરીને પાલિકાએ પોલીસ બંદોબસ્ત પણ માંગવાની કાર્યવાહી હાથ ધરી હતી. મકાન નં. 160થી 211 સુધીના મકાનોમાં ભુર્ગભ ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયો હોવાની સ્થળે લાઇન નાખવા મંજુરી આપી હતી. કામગીરી વેળા કાચા-પાકા દબાણો નડતરરૂપ છેઅને કામ કરતા મજુરો અને સુપરવાઇઝરને ધમકી આપી ભગાડી દેવામાં આવતા હોવાની ફરિયાદ પાલિકાએ પોલીસને પણ કરીને પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. જોકે, હાલ કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે.

ગાંધીધામ પાલિકા દ્વારા કાગળ પરની કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...