તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રમતમાં વિવાદ ઉઠ્યા બાદ પડોશીઓ વચ્ચે આવ્યા

રમતમાં વિવાદ ઉઠ્યા બાદ પડોશીઓ વચ્ચે આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં બેડમીન્ટન રમતા બાળકો બાખડ્યા

આદિપુર ખાતે એક રહેણાંક સોસાયટીમાં બાળકો બેડમીન્ટન રમતા હતા તે વખતે એક વૃધ્ધને આંખમાં શટરકોક લાગી જતાં મામલો બીચક્યો હતો અને બાળકો બાખળી પડ્યા હતા. બાદમાં તેમના વાલીઓએ વચ્ચે ઝુકાવતાં ઝઘડો થયો હતો જેમાં આસપાસના રહેવાસીઓ વચ્ચે પડતાંમામલો માંડ થાળે પડ્યો હતો.

આદિપુરના 4/બી વિસ્તારમાં રાત્રીના ભાગે બેડમીન્ટન રમી રહેલા બાળકો રમતનો આનંદ માણી રહ્યા હતા વખતે ઘરની બહાર ઓટલા પર બેઠેલા એક વૃધ્ધને બેડમીન્ટનનું શટરકોક આંખમાં લાગ્યું હતું જેથી તેમણે તરત ઠપકો આપતાં જેનાથી શટરકોક ઉછળ્યું હતું તે તરૂણને વૃધ્ધના પૌત્ર દ્વારા ગાળાગાળી કરી હતી જેથી મામલો બીચક્યો હતો અને બાળકો બાખળી પડ્યા હતા. બાળકોના ઝઘડા બાદ વાલીઓ પણ બહાર દોડી આવ્યા હતા અને ઝઘડો જામી પડ્યો હતો. ગાળાગાળી અને બાળકોને મારવાના દેકારા-પડકારા વચ્ચે પડોશીઓ પણ બહાર આવી જતાં ઝઘડી રહેલા વાલીઓને છુટા પાડવામાં આવ્યા હતા અને મુશ્કેલીથી શાંતિ બહાલ થઇ હતી. ઝઘડી રહેલા વાલીઓને ઇજાગ્રસ્ત થનાર વૃધ્ધે પણ રોકવાની કોશિશ કરી હતી પણ તેઓ સફળ થયા નહોતા, બાદમાં અન્ય પડોશીઓ વચ્ચે કુદી પડતાં શરમના માર્યા વાલીઓ વીખરાયા હતા અને પછી થોડી વારે બાળકોએ ફરી રમત શરૂ કરી દીધી હતી. મામલો પોલીસ સુધી જવા દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...