તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાર્ગો સુંદરપુરીમાં ખાતા ખોલાવાયા

કાર્ગો-સુંદરપુરીમાં ખાતા ખોલાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500 અને 1000ની નોટની મોકાણે સામાન્ય અને ગરીબ લોકોને ભારે અસર પહોંચાડી છે. બેકમાં જેના ખાતા હોય તેને માટે કેમ્પ રાખીને નવા ખાતા ખોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલા બીજા રાઉન્ડમાં સુંદરપુરી અને કાર્ગો વિસ્તારમાં અંદાજે 500થી વધુ લોકોના ખાતા ખોલાવવામાં આવ્યા હતા.

નોટબંધીને કારણે અનેકવિધ સમસ્યા ઉભી થઇ છે. 500 અને 1000ની નોટ જેની પાસે પડી હોય તેને બેંકમાં જમા કરાવવા માટે કરાયેલી જાહેરાતના પગલે જેના ખાતા બેંકમાં હતા તેની હાલત કફોડી થઇ ગઇ હતી. વર્ગ માટે બેંકમાં ખાતા ખોલાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ગત અઠવાડીયે સુંદરપુરી, કાર્ગો સહિતના વિસ્તારમાં કેમ્પ યોજીને ખાતા ખોલવામાં આવ્યા બાદ મંગળવારે પણ સ્થળો પર ખાતા ખોલાવવાની કાર્યવાહી બેંક દ્વારા કરવામાં આવી હતી. ભાજપના નગરસેવકો વગેરેની સહાયતાને કારણે મોટી સંખ્યામાં લોકોએ જેને ખાતા હતા તેના ખાતા ખોલવામાં આવ્યા હતા, તેમાં મોટા ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે.

ID પ્રુફ હોવાથી ખાતા ખૂલ્યા

જાણકારવર્તુળોના જણાવ્યા મુજબ સુંદરપુરી, પાણીના ટાંકા અને કાર્ગોમાં શાળાના મકાનમાં યોજાયેલા કેમ્પમાં કેટલાક લોકો પાસે આઇડી પ્રુફ હોવાથી તેના ખાતા ખુલી શકે તેમ હોવાથી આઇડી પ્રુફ તૈયાર કરાવવા જણાવાયું હતું. ત્યાર બાદ તેના ખાતા ખોલવાની કાર્યવાહી કરાશે.

કાર્ગોની શાળામાં ખાતા ખોલાવવા આવેલી શ્રમીક મહિલાઓ.

હાશ, હવે મારૂં પણ બેંકમાં એકાઉન્ટ હશે

બેંક દ્વારા જેના બેંકમાં એકાઉન્ટ હોય તેને સુવિધા અપાઇ

અન્ય સમાચારો પણ છે...