તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાન્સફર ફી ગ્રાઉન્ડ રેટના ભાવ વધારાનો પડઘો પાડવામાં આવ્યો

ટ્રાન્સફર ફી - ગ્રાઉન્ડ રેટના ભાવ વધારાનો પડઘો પાડવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનારાજ્ય શિપિંગ મંત્રી સમક્ષ સંસદ સભ્યને સાથે રાખીને ચેમ્બરના પ્રતિનિધિમંડળે મુલાકાત લઇ સંકુલની જમીનને સ્પર્શતા મુદ્દાઓની ભાર પૂર્વક રજૂઆત કરી હતી. જેમાં ટ્રાન્સફર ફી અને ગ્રાઉન્ડ રેટના ભાવ વધારા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાને સંસદ સભ્ય વિનોદ ચાવડા અને કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી માવજી સોરઠીયાએ ગાંધીધામ સંકુલને લગતા વિવિધ મુદ્દાઓ વિશે માહિતગાર કર્યા હતા. ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2004 પછી કંડલા પોર્ટ દ્વારા જમીનના ટ્રાન્સફર ફી અને ગ્રાઉન્ડ રેટમાં જે તોતીંગ ભાવ વધારો ઝીંકયો છે તે વિસ્તૃત અને તુલનાત્મક માહિતી ઉદાહરણ સાથે આપી હતી. 2004માં તેના રહેણાંક વિસ્તારના 240 સ્કવે. યાર્ડના પ્લોટની ટ્રાન્સફર ફી ફક્ત ચાર હજાર થતી હતી તે નવા ધારાધોરણ મુજબ 20 લાખ થવા જાય છે. તે રીતે 200 સ્કેવે. યાર્ડના સંદર્ભમાં 2004 પહેલા જે ટ્રાન્સફર ફી છથી સાત હજાર થતી હતી તે નવા ધારાધોરણ મુજબ 38થી 40 લાખ થવા જાય છે. મુજબ વ્યાપારી પ્લોટની ટ્રાન્સફર ફીમાં જે ધરખમ વધારો ઝીંકાયો છે તે મુજબ આખા વિશ્વમાં કયાંય પણ જમીનને લગતી વિવિધ ફીમાં રીતે ભાવ વધારો ઝીંકવામાં નથી આવતો. પ્રસંગે ચેમ્બરના કારોબારી સભ્ય વળવંત ઠક્કરે જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ ટ્રસ્ટ ભાવ ટેમ્પથી પ્રમાણીત કરાવે છે જ્યારે 1998-99માં સમયના ચેરમેન લેખીતમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, ગાંધીધામ સંકુલની રહેણાંકની જમીનને લગતી બાબતો તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી. 2004 પછી ભાવ વધારાનું જે મેળખું અનુસરવામાં આવે છે તે લીઝડીડ ડેવલોપેમન્ટ ચાર્જીસના હાલના બજાર કિંમતના સંદર્ભમાં ખોટું અર્થઘટન કરી અસહ્ય ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ચેમ્બરની રજૂઆતના પગલે મંત્રીએ અભ્યાસ કર્યા પછી ટુંક સમયમાં કેપીટીના અધિકારીઓને ચેમ્બરના પ્રતિનિધિ સાથે મીટીંગ યોજવાની ખાતરી આપી હતી.

22 હજાર પૈકી 27ની લીઝ ટ્રાન્સફર

22હજાર લીઝ ધારકોમાંથી ફક્ત 27 ટ્રાન્સફર ડીડ કંડલા પોર્ટ દ્વારા બનેલ છે. સંદર્ભમાં કન્વેયન્સ ડીડ ગુજરાત રાજ્યમાં કોઇ રેકર્ડ હોવાથી અટકી પડેલ છે. જેથી ઉકેલ આવે ત્યાં સુધી કેપીટી રેકર્ડ જાળવી રાખે તેવી ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ રજૂઆત કરી હતી.

કેન્દ્ર કક્ષાના શિપિંગ મંત્રી સાથે ચેમ્બરના પ્રતિનિધિઓ દૃશ્યમાન થાય છે.

સંકુલની સમસ્યા ઉકેલવા ચિંતન

સાંસદ સાથે ચેમ્બરના પ્રતિનિધિમંડળે શિપિંગ મંત્રીની મુલાકાત કરી

અન્ય સમાચારો પણ છે...