ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના નેતાના ધામા

    ગાંધીધામ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના નેતાના ધામા

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:50 AM IST

    ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપે સભ્ય બદલ્યા પછી અનેકવિધ સમીકરણો બદલાઇ રહ્યા છે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં...
    • ગાંધીધામ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના નેતાના ધામા
      ગાંધીધામ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના નેતાના ધામા
      ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપે સભ્ય બદલ્યા પછી અનેકવિધ સમીકરણો બદલાઇ રહ્યા છે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં અગાઉ કોઇ કોઇ વારે જ ડોકાતા નેતાઓ કેટલીક વખત હાલ ધામા નાખીને વહીવટમાં ચંચુપાત કરી રહ્યા હોવાની ફરિયાદ કર્મચારીઓમાંથી ઉઠી રહી છે.

      તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે સોમ અને ગુરૂવારે પદાધિકારીઓ આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી હરીરસ ખાટો થઇ ગયો હોય કે ગમે તે હોય પદાધિકારીઓની આવનજાવન ઘટી ગઇ છે. જ્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પછી અનેકવિધ સમીકરણો બદલાયા છે. આવા સંજોગો વચ્ચે થોડા સમય પહેલા યોજાયેલી તાલુકા પંચાયતની બેઠકમાં પણ જિલ્લા કક્ષાના નેતાએ હાજરી આપી હતી. હાલ પણ આ નેતા અધિકારીની ખુરશી પર બેસીને વાર્તાલાપ કરતા નજરે ચડી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા આ નેતા અને કારોબારી સમિતિના ચેરમેન નવીનભાઇ જરૂ વહીવટી બાબતોમાં પણ વિક્ષેપ કરી રહ્યા હોવાનો ચણભણાટ કર્મચારીઓમાંથી ઉઠી રહ્યો છે પરંતુ કોઇ બોલી શકતું નથી. આ બાબતે ઉભા થયેલા વિવાદ મુદ્દે તેમનો સંપર્ક સાધતાં ફોન રીસીવ ન થતાં તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના નેતાના ધામા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top