Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરમાં બાઇક અડફેટે મહીલાને પહોંચી ગંભીર ઇજા

આદિપુરમાં બાઇક અડફેટે મહીલાને પહોંચી ગંભીર ઇજા

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

બપોરે મહિલા પગે ચાલીને જઇ રહ્યા હતા અને પાછળથી એક્ટિવા ચાલકે ટક્કર મારતાં રોડ પર પટકાતાં માથામાં ઇજા ક્રાઇમ...

  • આદિપુરમાં બાઇક અડફેટે મહીલાને પહોંચી ગંભીર ઇજા
    બપોરે મહિલા પગે ચાલીને જઇ રહ્યા હતા અને પાછળથી એક્ટિવા ચાલકે ટક્કર મારતાં રોડ પર પટકાતાં માથામાં ઇજા

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    આદિપુર ખાતે રામબાગ હોસ્પીટલ સામેથી પગપાળા જઇ રહેલા મહીલાને પુરપાટ જઇ રહેલા એક્ટિવા ચાલકે ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.

    આ બાબતે આદિપુર પોલીસમાં ફરિયાદી આદિલ સલીમ સીંધીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે રામબાગ હોસ્પીટલ સામે પગપાળા જઇ રહેલા હવાબાઇ સલીમ સીંધીને પાછળથી જીજે-12-ઝેડ-2225 નંબની એક્ટિવા પર પુરપાટ આવી રહેલા નીલકમલ મોહન સાધવાણીએ ટક્કર મારતાં તે રસ્તા પર પટકાઇ ગયા હતા અને તેમને માથામાં હેમરેજ સહીતની ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક હોસ્પીટલ સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે બેદરકારી પુર્વક વાહન ચલાવનાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકો પુરપાટ વાહનો ચલાવી રહ્યા હોવાથી રોજ એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે ગતિમર્યાદા જળવાય તેવી કાર્યવાહી થવી જરૂરી છે. આ માટે મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર પોલસે ચેકીંગ હાથ ધરવાની સાથે જુદા જુદા સ્થળે પણ જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તે સહિતના મથકો પર આકસ્મીક ચેકીંગ કરવાની જરૂર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending