ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» SRCના બે ડાયરેક્ટર અને કર્મી સામે કોર્ટમાં ફરિયાદ

    SRCના બે ડાયરેક્ટર અને કર્મી સામે કોર્ટમાં ફરિયાદ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:50 AM IST

    એક સમયે સીંધી સમાજના લોકોને ભાગલા સમયે સેટલ કરવાના ઉદેશ્યથી બનાવાયેલી સીંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લાંબા...
    • SRCના બે ડાયરેક્ટર અને કર્મી સામે કોર્ટમાં ફરિયાદ
      SRCના બે ડાયરેક્ટર અને કર્મી સામે કોર્ટમાં ફરિયાદ

      એક સમયે સીંધી સમાજના લોકોને ભાગલા સમયે સેટલ કરવાના ઉદેશ્યથી બનાવાયેલી સીંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. સંકુલના આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કોર્ટમાં ઘા નાખી કોર્પોરેશનના બે ડાયરેક્ટર અને કર્મચારી સામે જમીન ટ્રાન્સફર મુદે ગેરરીતી કર્યાની ફરિયાદ કરતા તેની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સ્થીતી સર્જાઈ છે.

      ગાંધીધામના રવિંદ્ર નારીંદર સબ્બરવાલે ગાંધીધામ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યુ હતુ કે ભારત સરકાર દ્વારા અપાયેલી જમીનના કારણે સરકાર દ્વારા નિયુક્ત કરાતા ડાયરેક્ટર શીલા ચમન, ડાયરેક્ટર સુરેશ રામચંદ નીહલાણી અને પુજા સી. હીરાનંદાની દ્વારા મીલીભગત કરી ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 2600 એકર જમીનને સરકારને જાણ કર્યા વગરજ આરઓસી અમદાવાદની કંપનીમાં ટ્રાન્સફર કરી અપાઈ હતી. સરકાર વતી ડાયરેક્ટર હોવાના નાતે સબંધીત ડાયરેક્ટરે દેશને આ ટ્રાન્સફરની જાણ કરવી જોઇએ, પરંતુ તેના બદલે તે કંપનીના ડાયરેક્ટર તરીકે પણ નીયુક્તી કરાવી ત્યારબાદ સ્થીતીઓ બહાર આવવાનો ભય લાગતા બોર્ડ મીટીંગમાં આવવાનું બંધ કરી નાખ્યુ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SRCના બે ડાયરેક્ટર અને કર્મી સામે કોર્ટમાં ફરિયાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top