ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» શક્તિનગરમાં સફાઇ - રોડ મુદ્દે લોકોનો હલ્લો

    શક્તિનગરમાં સફાઇ - રોડ મુદ્દે લોકોનો હલ્લો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:50 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા જે રીતે રજૂઆત થાય છે તે ધોરણે પગલા ભરાવવા જોઇએ તે કેટલીક વખત લાંબા સમય સુધી રાજકીય કે...
    • શક્તિનગરમાં સફાઇ - રોડ મુદ્દે લોકોનો હલ્લો
      શક્તિનગરમાં સફાઇ - રોડ મુદ્દે લોકોનો હલ્લો
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા જે રીતે રજૂઆત થાય છે તે ધોરણે પગલા ભરાવવા જોઇએ તે કેટલીક વખત લાંબા સમય સુધી રાજકીય કે અન્ય કારણોસર ભરાતા નથી. જેને કારણે જે તે વિસ્તારના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. શહેરના શક્તિનગર વિસ્તારના રહીશો દ્વારા સુંદરપુરી રોડ પર સફાઇ કરવામાં ન આવતાં કચરાના ઢગલાથી તેમના વિસ્તારમાં અવરજવર કરવી મુશ્કેલ પડી રહી છે અને લાંબા સમયથી રોડ બનાવવામાં આવ્યો નથી. તે અંગે ગઇ કાલે પાલિકા પ્રમુખ સમક્ષ હૈયાવરાળ રહીશોએ ઠાલવી હતી. રજૂઆત પછી અગાઉ પણ થયેલી રજૂઆતનું કોઇ ધ્યાન અપાયું નથી તેવું આ વખતે ન થાય તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

      શહેરમાં સફાઇની કામગીરીના મુદ્દે પાલિકા ભલે સારી કામગીરી થઇ રહી હોવાનો દાવો કરે પરંતુ હકીકતે દરબાર વેસ્ટ કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. ઘરે ઘરે જઇને કચરો ઉપાડવાની કામગીરીમાં કેટલાક સ્થળે કચરો ઉપાડવામાં આવતો નથી તેવી ફરિયાદ અવારનવાર જે તે સ્થળેથી ઉઠે છે. આ ઉપરાંત કેટલાક કચરાના પોઇન્ટ પરથી નિયમિત રીતે કચરો પણ ઉપાડવામાં આવતો નથી. દરમિયાન શક્તિનગરથી સુંદરપુરી રોડ પર ત્રણથી ચાર સ્થળે કચરાના પોઇન્ટ રાખવામાં આવ્યા છે. આ સ્થળે કચરો ઉપાડવામાં ન આવતાં રહીશોની હાલત ખરાબ થઇ ગઇ છે. અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી છતાં કોઇ જ નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત રસ્તો બનાવવા માટે શક્તિનગરના રહીશોએ માગણી કરી હતી. તે અંગે પણ કાંઇ કાર્યવાહી ન થતાં આખરે પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને આવેદન આપી ઉગ્ર રજૂઆતો કરાઇ હતી.

      હવે અમારા વિસ્તારની સમસ્યા ઉકેલો તો સારૂં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શક્તિનગરમાં સફાઇ - રોડ મુદ્દે લોકોનો હલ્લો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top