Home » Gujarat » Bhuj » Gandhidham » સંકુલના બિલ્ડરોનુંલોબીંગ, બેંકોની મીલીભગત અને થઇ ગયુ કૌભાંડ!

સંકુલના બિલ્ડરોનુંલોબીંગ, બેંકોની મીલીભગત અને થઇ ગયુ કૌભાંડ!

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

Gandhidham News - હાલે જ્યારે સમગ્ર દેશમાં બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારોની ચર્ચા છે ત્યારે લાંબા સમયથી છાનેછાપને ચાલી...

  • સંકુલના બિલ્ડરોનુંલોબીંગ, બેંકોની મીલીભગત અને થઇ ગયુ કૌભાંડ!
    હાલે જ્યારે સમગ્ર દેશમાં બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારોની ચર્ચા છે ત્યારે લાંબા સમયથી છાનેછાપને ચાલી રહેલા ગાંધીધામ સંકુલમાં બીલ્ડરો દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર પણ હવે ઉજાગર થાય તેવી સંભાવના સર્જાઈ છે. તો કેટલાક દ્વારા અંગત સ્વાર્થ માટે બેંકોને ઘસેડવાના પ્રયત્નો પણ કરાયા હોવાનું જાણવા મળે છે.

    ગાંધીધામ સંકુલમાં રોજગારીથી તકમાં દર મહિને હજારો લોકો દેશના ખુણેખુણાથી આવી પહોંચે છે. વધુ સુખદાઈ ભવિષ્યની આશા સાથે આવેલા લોકો રોટલા સાથે ઓટલો પણ અહીં ગોતતા હોવાથી મકાનોની કિંમત હંમેશાથી ગાંધીધામ સંકુલમાં વધુ રહિ અને તેમા ધનાઢ્ય વર્ગના વધુ પ્રમાણે તેમા ઘી નાખવાનું કામ કર્યુ હતુ. જેથી આસમાને ચડેલા જમીન, મકાનના ભાવો વચ્ચે લોકોની સુખાકારીના નામે સંકુલના જાણીતા બિલ્ડરોએ આસાનીથી હપ્તા ભરી ઘરનું ઘર કરવાના સ્વપ્નો સામાન્ય લોકોને દેખાડી સ્કીમો લોન્ચ કરી જેમાં તેની કિંમત વધુ થવા, ન થાય તો પરત ખરીદવા સહિતની લાલચો પણ દેખાડાઈ. પરંતુ તેમના દ્વારા જે તે સ્કીમ માટેની ફાઈલો અને તેની લોનની પ્રોસેસને અધુરા કાગળૉથી જલ્દી પુરા કરવા બેંકો સાથે સેટીંગ બેસાડી હોવાની અને તેમા મેનેજરો સીધા સંડોવાયેળા હોવાની બાબત પ્રકાશમાં આવવા પામી છે. જો જાણીતી બનેલી અને મોટા માથાઓ સાથે સંકળાયેલી યોજનાઓના કાગળૉ તપાસાય તો તેની સત્યતા બહાર આવી શકે, આ માટે વિશેષ તપાસ કેટલીક બેંકોમાં ચાલી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. તો બેંકોએ તેને ઈન્ટરનલ મોનીટરીંગ કે આંતરીક બદલી ગણાવી સામાન્ય ઘટનાક્રમમાં ખપાવી રહિ છે. દરમ્યાન, વિશેષ વર્ગ દ્વારા આંતરીક હિતોના પોષણ માટૅ બેંકોને પણ ઘસેડવાનો પ્રયાસ કરાયાનું પણ જાણવા મળે છે.

    મોડી રાત્રે અને રવિવારે બેંક કેના માટે ખુલે છે?

    સામાન્ય રીતે બેંકો સમયને લઈને ખુબ ચોક્કસ હોય છે. લંચ બ્રેક અને રોકડ ઉપાડવાના સમય અંગે કોઇ બાંધછોડ કરાતી નથી, પરંતુ વિશેષ બિલ્ડરોના કામોને પતાવવા મોડી રાત્રે અને રવિવારે પણ બેંક ખુલી રખાતી હોવાનું જોવા મળે છે. \'લાલો લાભ વગર લોટૅ નહિ\' ની કહેવત અનુસાર ઉઠતા આરોપોની સતત્યા બહાર આવે તે આવશ્યક બન્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ