Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ

ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

Gandhidham News - ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ આવી રહી છે. જે ગ્રાન્ટ આવે છે તેમાં...

  • ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ

    ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ આવી રહી છે. જે ગ્રાન્ટ આવે છે તેમાં સ્પષ્ટ માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે કે જે તે હેતુ માટે આ રકમ વાપરવી. પરંતુ અર્થઘટન કે અન્ય બહાના હેઠળ જે તે હેડે આવેલી ગ્રાન્ટ અન્ય હેતુએ વાપરી નાખવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. તાજેતરમાં ફુટપાથની પાંચ કરોડની ગ્રાન્ટ પણ રસ્તાના અન્ય કામોમાં વાપરવામાં આવી રહ્યાની રાવ બહાર આવી છે. ફુટપાથ નોટીફાઇડ કરેલા છે કે કેમ તે અંગે પણ પાલિકા પાસે જોઇએ તેવો રેકોર્ડ ન હોવાથી હોતી હૈં ચલતી હૈંની નીતિ મુજબ કાર્યવાહી કરાઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. જોકે, પાલિકા નિયમ મુજબ ગ્રાન્ટ વપરાતી હોવાનો દાવો કરે છે.

    જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મસમોટી રકમની ગ્રાન્ટ આપીને વિકાસ કામ કરાવી લોકોની સુવિધા ઉભી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તાજેતરમાં અનેકવિધ વિવાદના વમળમાં અટવાયેલી ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની જુગલબંધીની જોડીના નિર્ણયને કારણે વધુ એક ગ્રાન્ટનો વિવાદ ઉભો થયો છે. વર્તુળોના દાવા મુજબ પાલિકા પાસે શહેરમાં કયા સ્થળે કેટલી ફુટપાથની જગ્યા છે તેની માહિતી જ નથી. અધરો અધર કામગીરી કરવામાં આવી રહી છે. જો આ વાત સાચી હોય તો પાલિકા માટે શરમજનક બાબત ગણી શકાય. અગાઉથી ચાલી આવતી પરંપરા મુજબ આ રીતે ગ્રાન્ટનો વહીવટ કરવામાં આવતો હોય છે. આ મુદ્દે વિપક્ષના પૂર્વ નેતા સંજય ગાંધીએ ફુટપાથ અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી છે. જોકે, આ બાબતે ચીફ ઓફિસર નીતિન બોડાતનો ફોન હંમેશની માફક બંધ જ આવતાં તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ