Home » Gujarat » Bhuj » Gandhidham » ફુટપાથ પર મોટાપાયા પર થયેલું દબાણ

ફુટપાથ પર મોટાપાયા પર થયેલું દબાણ

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

ફુટપાથ પર મોટાપાયા પર થયેલું દબાણ ગાંધીધામ શહેરના તેમાં પણ ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારમાં જોવામાં આવે તો...

  • ફુટપાથ પર મોટાપાયા પર થયેલું દબાણ
    ફુટપાથ પર મોટાપાયા પર થયેલું દબાણ

    ગાંધીધામ શહેરના તેમાં પણ ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારમાં જોવામાં આવે તો ફુટપાથ જેવું કાઇ રહ્યું નથી. જેટલી ફુટપાથ છે ત્યાં પણ દબાણ કરી દેવામાં આવ્યું છે. કેટલાક વેપારીઓ દ્વારા પોતાની દુકાન સામે લારી-ગલ્લાવાળાને ઉભા રાખીને ફુટપાથ દબાવી દેવામાં આવી છે. આ બાબત પાલિકાના અધિકારી અને પદાધિકારી બધા જ જાણે છે પરંતુ કોઇની હિંમત નથી કે આ દબાણ દૂર કરી શકે. લોકોને ચાલવા માટે બનાવવામાં આવેલી ફુટપાથ પર મોટા પાયા પર દબાણ કે અન્ય ધંધાર્થીઓ દ્વારા ચિજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

    પાલિકા - ટ્રાફિક પોલીસ પગલા ભરતી હતી

    પાલિકા ઉપર જે તે સમયે વધારે દબાણ આવે તો કેટલીક વખત ટ્રાફિકની સમસ્યાને સાંકળી લઇને ટ્રાફિક પોલીસને સાથા રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી છે. હાલ ચાલતા કેટલાક કામોમાં ફુટપાથના નામે રસ્તા બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ધકેલપંચા દોઢસોની પદ્ધતિએ ચાલી રહેલા કામોમાં મોનીટરીંગનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વળી, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના નામે કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી તેવી પણ ફરિયાદ ઉઠી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending