Home » Gujarat » Bhuj » Gandhidham » લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જવાબ દેવો પડતો

લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જવાબ દેવો પડતો

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

Gandhidham News - લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જવાબ દેવો પડતો હોય છે. તેની કામગીરીના...

  • લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જવાબ દેવો પડતો

    લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જવાબ દેવો પડતો હોય છે. તેની કામગીરીના લેખાજોખા જોઇને કેટલીક વખત ફરી વખત તેને મતદારો તક આપતા હોય છે. વિધાનસભાની બેઠકમાં આજે બનેલા શરમજનક બનાવથી મતદારોના માથા ઝુકી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ પોત-પોતાના રોટલા સેકીને પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે પરંતુ સંકુલના જુદા જુદા ક્ષેત્રના લોકોમાં તેને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અલબત, તેનો પડઘો પાડવા માટે મૌન સેવી રહ્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા અપાયેલા મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ પાલિકામાં બહૂમતિના જોરે સામાન્ય સભામાં ઠરાવ કરી દેવાની પદ્ધતિ અજમાવવામાં આવે છે જેનો વિપક્ષે વિરોધ કરેલો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ