Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરના રહીશની જમીન મુદ્દે આત્મ-વિલોપનની ચિમકી

આદિપુરના રહીશની જમીન મુદ્દે આત્મ-વિલોપનની ચિમકી

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

આદિપુરના રહીશ દામજી ખીમજી અબચુંગ દ્વારા કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, તા.20-12-1993ના હુકમથી કાયદેસર રીતે...

  • આદિપુરના રહીશની જમીન મુદ્દે આત્મ-વિલોપનની ચિમકી
    આદિપુરના રહીશ દામજી ખીમજી અબચુંગ દ્વારા કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, તા.20-12-1993ના હુકમથી કાયદેસર રીતે 2000 ચોરસ મીટર જમીન કિડાણામાં ફાળવવામાં આવી હતી. કાચું બાંધકામ પણ કરાયા પછી તેને તોડી પાડવામાં આવતા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ કલેક્ટરને કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોન તેમજ સરકારી વહીવટી તંત્ર દ્વારા જમીન પચાવી પાડીને અન્ય જગ્યા ફાળવી હતી. જમીન અદલાબદલીની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી લાંબા સમયથી ન્યાય મળ્યો નથી. આદિપુરના રહીશને 1991માં મીઠા પીસવાની ચક્કી ચલાવવાના ઉદ્યોગ માટે જમીનની માગણી કરવામાં આવ્યા પછી ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ફાળવવામાં આવેલી જમીન પર થયેલ બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું અને અન્યત્ર જમીન બદલી દેવા માટે ખાતરી આપવામાં આવી હતી. 20 વર્ષથી જમીનનો કબ્જો આપવામાં આવતો ન હોવાની ફરિયાદ કરીને રહીશે 15 દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending