Home » Gujarat » Bhuj » Gandhidham » મોડવદર બ્રીજ નીચેથી લાખોનો શંકાસ્પદ સાબુનો જથ્થો પકડાયો

મોડવદર બ્રીજ નીચેથી લાખોનો શંકાસ્પદ સાબુનો જથ્થો પકડાયો

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

  • મોડવદર બ્રીજ નીચેથી લાખોનો શંકાસ્પદ સાબુનો જથ્થો પકડાયો
    રાજસ્થાનના બે શખસોની અટકાયત

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામ નજીક મોડવદર બ્રીજ નીચે મીઠી રોહર જતા રોડ પર બાવળમાં ઉભેલી બે ટ્રકમાંથી રૂ.11,80,782ની કિંમતનો બાથ શોપ અને ડિટરજન્ટનો શંકાસ્પદ જથ્થો બી-ડિવિઝન પોલીસે જપ્ત કરી બે રાજસ્થાનના શખસોની અટક કરી છે.

    પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,બી-ડિવિઝન પોલીસના પીઆઇ આર.એલ.રાઠોડ,પીએસઆઇ એલ.એલ.ચાવડા ટીમ સાથે મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે મોડવદર ઓવરબ્રીજનીચે મીઠી રોહર તરફ જતા રોડ પર શક્તિ ગદડાઉન પાસે બાવળની ઝાડીમાં શંકાસ્પદ ટ્રક ઉભી હોવાની બાતમી મળતાં તેની તપાસ કરવામાં આવી હતી જેમાં જીજે-14-ટી-4244 નંબરની ટ્રકની તલાશી લેતાં આધાર પુરાવા વિનાનો અલગ-અલગ કંપનીનોપુઠ્ઠાના બોક્સ જે છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં રૂ.9,72,372ની કિંમતનો પુઠ્ઠાના બોક્સમાં રહેલો બાથ શોપનો જથ્થો તેમજ પ્લાસ્ટિકની બોરીમાં રહેલ ડિટરજન્ટ પાવડરનો જથ્થો અને મીઠીરોહર ગામ પાસેથી જીજે-18-એવી-6560 નંબરની ટ્રકમાંથી રૂ.2,08,500ની કિંમતની ડિટરજ્નટ પાવડરની 199 બોરી એમ કુલ રૂ.11,80,782નો શંકાસ્પદ સાબુ અને ડિટરજન્ટ પાવડરનો જથ્થો તેમજ રૂ.20 લાખની કિંમતની બે ટ્રકો સાથે બાડમેર રાજસ્થાનના લાઘુરામ હરીરામ બિશ્નોઇ,મુળ રાજસ્થાન હાલ મીઠીરોહર રહેતો જગરામ ખુમારામ બિશ્નોઇને સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ પોલીસે અટક કરી વધુ પુછતાછ શરૂ કરી છે.આ કામગીરીમાં બી-ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ વાઢેર,પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઇ આહીર,રાજેશ દેદાદરિયા અને લાખાભાઇ ધાંધર જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending