Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » છત્રાલના બનાવની તપાસ કરાવો

છત્રાલના બનાવની તપાસ કરાવો

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

કલોલ તાલુકાના છત્રાલ ગામે ત્રણ માસથી અલ્પસંખ્યક પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ફરનાઝભાઇની હત્યા કરી નાખી હોવાના...

  • છત્રાલના બનાવની તપાસ કરાવો
    કલોલ તાલુકાના છત્રાલ ગામે ત્રણ માસથી અલ્પસંખ્યક પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ફરનાઝભાઇની હત્યા કરી નાખી હોવાના આક્ષેપ કરી ઇત્તિહાદુલ્લ મુસ્લેમિન-એ-હિન્દ સંસ્થા દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવા પગલા ભરાવવા માગણી કરી છે. રાજ્યપાલને લખેલા પત્રમાં જુમા રાયમા, મામદ આગરીયાએ જણાવ્યું છે કે, દેશમાં લાંબા સમયથી રાજનીતિના ભોગે આમ નાગરીકો ભોગ બની રહ્યા છે. કટ્ટરપંથી કોમવાદી લોકો નિર્દોષ પર હુમલા કરી અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે તે માટે જવાબદારો સામે પગલા ભરવા અને હત્યાના બનાવની તપાસ કરવા માગણી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending