Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં દેશી દારૂના દરોડામાં 2 ફરાર

અંજારમાં દેશી દારૂના દરોડામાં 2 ફરાર

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

અંજાર પોલીસે વરસાણા અને લોહારિયા ખાતે દેશી દારૂના ધંધાર્થીઓ પકડવા પાડેલા દરોડામાં વરસાણામાં પાડેલા બે દરોડામાં...

  • અંજારમાં દેશી દારૂના દરોડામાં 2 ફરાર
    અંજાર પોલીસે વરસાણા અને લોહારિયા ખાતે દેશી દારૂના ધંધાર્થીઓ પકડવા પાડેલા દરોડામાં વરસાણામાં પાડેલા બે દરોડામાં એક આરોપી પકડાયો હતો એક નાસી ગયો હતો તો લોહારીયામાં પાડેલા દરોડામાં આરોપી નાસી ગયો હતો,જેમાં વરસાણાના મુસ્લીમવાસમાં રૂ.400 ની કિંમતની 650 એમએલની બિયરની ચાર બોટલો સાથે દાઉદ લુકમાન હિંગોરજા પકડાઇ ગયો હતો,તો વરસાણા ખાતે જ પુલિયા નજીક રહેતા અને દેશી દારૂનું વેચાણ કરતા હનુભા જગતસિંહ રાઠોડ દરોડા દરમિયાન નાસી ગયો હતો તેની પાસે રહેલો જથ્થો પોલીસ કબજે કર્યો હતો.

    લાહોરિયા ખાતે અંજાર પોલીસે પાડેલા દરોડા દરમિયાન દેશી દારૂ બનાવી વેચાણ કરતો અશ્વિન મોહનભાઇ મહેશ્વરી નાસી ગયો હતો,તેની પાસે રહેલો મુદ્દામાલ કાજે કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ દરોડાઓમાં લોહારિયાની તપાસ એએસઆઇ વાલાભાઇ આહીર કરી રહ્યા છે તો વરસાણાની કાર્યવાહી અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા હરેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending