ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજારમાં યુવતીનો મોબાઇલ ઝુંટવી બ્લેકમેઇલ, ફરિયાદ

    અંજારમાં યુવતીનો મોબાઇલ ઝુંટવી બ્લેકમેઇલ, ફરિયાદ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:50 AM IST

    અંજારના ગળપાદર રોડ પર બાઇક પર આવેલા બે શખસોએ યુવતીનો મોબાઇલ ઝુંટવી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી...
    • અંજારમાં યુવતીનો મોબાઇલ ઝુંટવી બ્લેકમેઇલ, ફરિયાદ
      અંજારમાં યુવતીનો મોબાઇલ ઝુંટવી બ્લેકમેઇલ, ફરિયાદ
      અંજારના ગળપાદર રોડ પર બાઇક પર આવેલા બે શખસોએ યુવતીનો મોબાઇલ ઝુંટવી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી અને ખંડણી માગી હોવાની ફરિયાદ યુવતીએ અંજાર પોલીસમા કરતાં ચકચાર મચી જવા પામી છે.

      આ બાબતે અંજાર પોલીસના પીએસઆઇ એમ.બી.શેરગીલને યુવતીએ કરેલી ફરિયાદ મુજબ,ભોગ બનનાર યુવતી પ્રાઇવેટ નોકરી કરે છે અને તા.8 માર્ચે રાત્રીના 9 વાગ્યે અંજાર અને ગળપાદર વચ્ચે હોટલ અરોરા પાસે પહોંચી ત્યારે આર-15 મોટરસાઇકલ પર જેની પાછળ પીડી લખેલું છે તેના પર બે શખસો આવ્યા હતા અને યુવતી પાસેથી મોબાઇલ જુંટવી લીધા બાદ બિભત્સ માંગણીઓ કરી મોબાઇલમાંથી અંગત ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ગાળો બોલી રૂ.30,000ની ખંડણીની માંગણી કરી હોવાની યુવતીએ કરેલી ફરિયાદમાં મોટરસાઇકલ ચાલકનું નામ કરણ ઉર્ફે પ્રદિપ હોવાનું જણાવાયું છે અને તેના પિતા કંડલામાં નોકરી કરતા હોવાનું પણ જણાવાયું છે તેની સાથે અન્ય એક અજાણ્યો ઇસમ હોવાનું પણ યુવતીએ પોલીસને જણાવ્યું છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ઇ.પી.કો.ની કલમ 392,354 અ(1)(2),385,504,507,114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજારમાં યુવતીનો મોબાઇલ ઝુંટવી બ્લેકમેઇલ, ફરિયાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top