Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં મચ્છરોનો ત્રાસ વધતા દવા છંટકાવ કરાયો

અંજારમાં મચ્છરોનો ત્રાસ વધતા દવા છંટકાવ કરાયો

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

તાજેતરમાં મચ્છરોનો ત્રાસ વિવિધ વિસ્તારોમાં વધી રહ્યો હોવાથી અંજારના કેટલાક વિસ્તારમાં દવા છંટકાવ અને ધુમાડો...

  • અંજારમાં મચ્છરોનો ત્રાસ વધતા દવા છંટકાવ કરાયો
    તાજેતરમાં મચ્છરોનો ત્રાસ વિવિધ વિસ્તારોમાં વધી રહ્યો હોવાથી અંજારના કેટલાક વિસ્તારમાં દવા છંટકાવ અને ધુમાડો કરાયો હતો. તો નિશ્ચિત વિસ્તારોમાંજ શા માટે કામગીરી કરાઈ રહિ છે તે અંગે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.

    અંજારમાં મચ્છરોના વધતા ઉપદ્રવના કારણે તાવ, ટાઈફોઈડ સહિતની બીમારીઓ સામે આવી રહી છે ત્યારે સંકુલના નિશ્ચિત વિસ્તારમાં મચ્છરોને મારવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નગરપાલીકાના આગેવાનો રહેઠાણ આવેલા છે તેજ વિસ્તારમાં કામગીરી કરાઈ હોવાની બુમરાડ પણ મચી રહિ છે ત્યારે જાહેર સ્થાનો સહિત મચ્છરોની સમસ્યા જ્યાં વધુ છે ત્યાં પણ આ પ્રકારની કામગીરી કરાય તેવી માંગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાલિક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આ કામગીરીને કારણે જે વિવાદ થયા છે તેને લીધે પાલિકાની છબી પણ ખરડાઇ છે. સમગ્ર શહેરમાં સાફસફાઇ કરીને દવાનો છંટકાવ કરવાની જરૂરીયાત છે.

    પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending