તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં એક કલાક વીજળી બંધ રાખી અર્થઅવર ઉજવાશે

ગાંધીધામમાં એક કલાક વીજળી બંધ રાખી અર્થઅવર ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જળવાયુપરિવર્તન અંગે લોકજાગૃતિ લાવવા અને અટકાવવાના પ્રયાસરૂપે 2007થી પ્રતિવર્ષ અર્થઅવર મનાવવામાં આવે છે. લોહાણા મહા પરિષદ પર્યાવરણ સમિતિ અને લોહાણા મહા પરિષદના હોદ્દેદારો દ્વારા તા. 19મી માર્ચ રાતે 8:30થી 9:30 સુધી એક કલાક વીજવપરાશ બંધ રાખવા અથવા અત્યંત જરૂરી હોય તેવા વીજ ઉપકરણો ચાલુ રાખવા જણાવાયું છે, જેથી વીજવપરાશ નહીંવત કરી સામૂહિક પ્રયાસથી વાતાવરણમાં ઉત્સર્જિત થતા ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઓછું કરી શકાય. અભિયાનમાં જોડાવા ઈચ્છતા વ્યક્તિઓએ 15મી માર્ચ સુધીમાં નોંધાવવા જણાવાયું છે. કાર્યક્રમને અર્થઅવરના પોર્ટલમાં પણ રજિસ્ટર કરવામાં આવશે તેમજ અભિયાનમાં જોડાયેલા લોકોની યાદી સંકલીત કરી લોહાણા મહા પરિષદને સોંપાશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...