• Gujarati News
  • મહિલા પોલીસ મથકમાં સસરા જમાઇ લડ્યા

મહિલા પોલીસ મથકમાં સસરા-જમાઇ લડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાંઆવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે સસરા-જમાઇ સમાધાન બાબતે આવ્યા હતા, ત્યારે મામલો બિચકતાં બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. પોલીસમથકમાં આવી ઘટના બનતાં એક તબક્કે તો પોલીસ પણ અવાચક બની ગઇ હતી.

શહેરના ગણેશનગરમાં રહેતા કાનજીભાઇ દેવજીભાઇ મહેશ્વરીની પુત્રીના બાબુ અરજણ સાથે લગ્ન થયાં હતાં. થોડો સમય લગ્ન સંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ બન્ને વચ્ચે કંકાસ શરૂ થયો હતો, જેથી યુવતી પિયરમાં ચાલી ગઇ હતી, તેવામાં બન્ને પક્ષે સમાધાન કરવાનો નિર્ણય લેવાયો હતો, જેને પગલે મંગળવારના બપોરના સસરા અને જમાઇ પોલીસમથકે આવ્યા હતા, જ્યાં કોઇ બાબતે માથાકૂટ થતાં પોલીસ સામે મારામારી પર ઉતરી આવ્યા હતા.

{ આદિપુર પોલીસે બનાવની નોંધ કરી

બન્ને પક્ષ આવ્યા સમાધાન માટે અને કરી મારામારી