• Gujarati News
  • ગાંધીધામ વોર્ડ નં. 2ની એક બેઠકનો ત્રિપાંખિયો જંગ

ગાંધીધામ વોર્ડ નં. 2ની એક બેઠકનો ત્રિપાંખિયો જંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોર્ડનં. 2ની એક બેઠકની પેટા ચૂંટણી માટે 12મી ઓક્ટોબરે મતદાન યોજાનારું છે. ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે.

સાત હજારથી વધુ મતદાર ધરાવતા વોર્ડની બેઠકમાં ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપે વિક્રમ ભાટિયા, કોંગ્રેસ જયદીપસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. પ્રકાશ કેવાણીએ અપક્ષ ઝૂકાવતા ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. મતદાન આડે ગણતરી દિવસો બાકી રહ્યા છે, ત્યારે ત્રણેય ઉમેદવાર અને તેના સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બનાવવામાં આવ્યો છે. ભાજપના સભ્યના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસ જોર કરીને બેઠક આંચકી લેવાની વ્યૂહરચના ઘડી રહ્યું છે. સામા પક્ષે ભાજપ પણ કોઇપણ સંજોગોમાં બેઠક ગુમાવવી પડે, તે માટે તૈયારીમાં લાગી ગયું છે. હાલના સંજોગો મુજબ રાજકીય પંડીતોના નિરીક્ષણ મુજબ એવું જણાઇ રહ્યું છે કે, ત્રીજો અપક્ષ ઉમેદવાર કોના મત તોડે છે, તેની ઉપર હાર-જીતનો મદાર રહેશે.

હાલ અપક્ષ ઉમેદવારને સક્રિય અને નિષ્ક્રીય રાખવા બન્ને તરફી પડદા પાછળના ખેલ ખેલવામાં આવી રહ્યા છે. વોર્ડમાં સિંધી સમાજનું પણ વધુ વર્ચસ્વ હોવાથી સમાજના મત અંકે કરવા ત્રણેય ઉમેદવારો અને તેના સમર્થકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.