• Gujarati News
  • છઠ્ઠી ડિસેમ્બર ૧૪થી ૭ માર્ચ ૧૫ સુધીની તારીખ નક્કી થવાની શકયતા

છઠ્ઠી ડિસેમ્બર ૧૪થી ૭ માર્ચ ૧૫ સુધીની તારીખ નક્કી થવાની શકયતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરછના આગામી રણોત્સવ માટે
તંત્રમાં આંતરિક કામગીરી શરૂ

કરછને પ્રવાસનમાં શિરમોર બનાવનારા ધોરડોના રણમહોત્સવ માટે જિલ્લા વહીવટી તંત્ર અને રાજયના પ્રવાસન વિભાગ દ્વારા આંતરિક ધોરણે કામગીરીની તજવીજ હાથ ધરવમાં આવી છે.
એકતરફ કરછમાં જોઇએ એટલો વરસાદ નથી પડયો, તેના કારણે ઊભી થયેલી અવઢવમાં રણઉત્સવની કામગીરીને ધીમે-ધીમે કેમ વેગ આપવો તેવી અવઢવ પણ ઊભી થઇ છે, તો બીજી બાજુ છઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૪થી સાત માર્ચ ૨૦૧૫ સુધી આગામી રણોત્સવ ચાલે તેમ માનવામાં આવી રાું છે.
જોકે, આવતા સપ્તાહે પ્રવાસન નિગમની બેઠક મળવાની છે, જેમાં કરછના રણઉત્સવ અંગે સઘળી વિગતો નક્કી થઇ જશે.
કરછ નહીં દેખા, તો કુછ નહીં દેખા એડ ફિલ્મમાં દર્શાવાતા સફેદરણને જોવા માટે રાજય તેમજ રાજય બહારના લોકોની વિશેષ હાજરી વરચે દબદબાભેર રીતે રણોત્સવ ઉજવવામાં આવતો રાો છે. વર્ષ ૨૦૧૪-૨૦૧૫ના રણોત્સવ યોજવા અંગે આંતરિક ધરોણે કાર્યવાહી શરૂ થઇ હોવાનું આ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. કરછના જિલ્લા તંત્ર ઉપરાંત રાજય સરકારના પ્રવાસન નિગમ દ્વારા પણ આવતા અઠવાડિયામાં કરછ રણોત્સવની તારીખ નક્કી થાય એવા આસાર મળ્યા છે, તો કેટલાક જાણકાર સૂત્રોએ એમ પણ કાું હતું કે, છઠ્ઠી ડિસેમ્બરથી સાત માર્ચ ૧૫ સુધી આ ઉત્સવ ઉજવાય તેવા સંકેતો સાંપડયા છે. ૬ઠ્ઠી ડિસેમ્બરે માગસર સુદ પૂનમ આવતી હોવાના કારણે એની આજુબાજુના દિવસોમાં રણોત્સવ શરૂ થાય તેમ માની શકાય છે. દરમિયાન, ટૂરિઝમ વિભાગના ઓફિસર નીફરવ મુન્શી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આવતા સપ્તાહ દરમિયાન એક મીટિંગ યોજાવાની છે, જેમાં તારીખ સહિતની વિગતો નક્કી થઇ જશે.
આખા રણમાં ભરાયેલાં છે બે ફૂટ જેટલાં પાણી
પૂરતા વરસાદના પગલે કરછના ધોરડો નજીક આવેલા સફેદ રણમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાયેલાં છે. હજુ પૂરતો વરસાદ પણ પડયો નથી, ત્યારે લખપત વિસ્તારની ખાડીમાંથી આ વર્ષે ઘણુ પાણી આવ્યું હોવાનું ધોરડોના મિયાં હુસેન બેગે જણાવ્યું હતું. ત્રણ વર્ષ એટલે કે, ૨૦૧૧ પછી આટલું બધું પાણી આવ્યું છે અને અત્યારે આખું સફેદ રણ પાણીથી ભરાઇ ગયું છે. રણોત્સવ ડિસેમ્બરમાં હોવાથી શકયત: આ પાણી સૂકાઇ જશે એમ માનવામાં આવી રાું છે.