• Gujarati News
  • પોલીસ જવાનોએ પોતાની ફરજ સિનેમાના પડદે માણી

પોલીસ જવાનોએ પોતાની ફરજ સિનેમાના પડદે માણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની ફરજના માન અને તેમની સખત ફરજને ઘ્યાનમાં રાખીને ગુરુવારે આદિપુરના સિનેમા દ્વારા સિંઘમ રિટન્ર્સ ફિલ્મનો પોલીસ જવાનો માટે વિશેષ શો રાખવામાં આવ્યો હતો. પરિવાર સહિત પૂર્વ કરછના પોલીસ જવાનોએ આ ફિલ્મ નિહાળી હતી અને તેઓ દ્વારા કરાતું હાર્ડવર્ક ફિલ્મ સ્વરૂપે જોયું હતું.
આદિપુરના વિનય સીને કોમ્પલેકસના મીરાજ સિનેમા દ્વારા પોલીસ જવાનો માટે તેમને લગતી ફિલ્મ સિંઘમ રિટન્ર્સનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું. સિનેમાના મેનેજર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓની ફરજ અને તેમની સખત હાર્ડશિપના માનમાં સવારે આ વિશેષ શો યોજયો હતો. જવાનોના નૈતિકબળમાં વધારો થાય અને તેમને આવી ફિલ્મથી પ્રેરણા મળે, તે માટે આ ફિલ્મ દર્શાવાઇ હતી. ૧૫૦થી વધુ પોલીસવાળા અને તેમના પરિવારજનોએ આ કોમ્પ્લીમેન્ટરી શો નિહાળ્યો હતો. આ દરમિયાન પૂર્વ કરછના પોલીસ વડા દીપક મેઘાણીએ સિનેપ્લેકસની મુલાકાત લઇને મીરાજ સિનેમાને અભિનંદન આપ્યાં હતાં. સિનેમાના માલિક સંજય જગેશિયાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના પ્રોત્સાહક શો આગામી સમયમાં પણ યોજાતા રહેશે. પોલીસ જવાનોએ કાું હતું કે, આવી પિકચર પરિવાર સાથે જોવા માટે સમય કાઢવો મુશ્કેલ બનતો હોય છે, પરંતુ એક જ સ્થળે શો યોજાવાથી મનોરંજન સાથે ફરજની શીખ પણ જાણવા મળી હતી.