• Gujarati News
  • National
  • આજે સ્વતંત્રતા પર્વ શાનથી લહેરાશે તીરંગો

આજે સ્વતંત્રતા પર્વ શાનથી લહેરાશે તીરંગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતવર્ષેને આઝાદી મળ્યાના 70 વર્ષે પુર્ણ થવામાં છે ત્યારે ગાંધીધામ તાલુકામાં તેની વિવિધ સ્થળૅ ઉજવણી કરાશે. સરકાર સહિત સામાજીક સંગઠનો અને સહકારી સંસ્થાઓ પણ ધ્વજવંદન કરી તીરંગાને સલામી આપશે.

ગાંધીધામના તાલુકા કક્ષાનો ધ્વજવંદન મીઠી રોહર ખાતે યોજાવાનું છે જેમાં સવારે મામલતદાર ધ્વજવંદન કરશે. તો પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા સવારે 10 વાગ્યે ઝંડાચોકમાં, ઉપમુખ્ર કાનજી ભર્યા મદનસિંહ ચોક આદિપુર ખાતે ધ્વજવંદન કરશે. મારવાડી યુવા મંચ દ્વારા મારવાડી ભવન ખાતે, કોંગ્રેસ દ્વારા ક્ષેત્રપાલ, રામલીલા મેદાન પાસે ધ્વજવંદન કરાશે. સ્વતંત્રતા પર્વની પુર્વ સંધ્યાએ ધ્વજકાંઠીને રંગરોગાન સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...