• Gujarati News
  • National
  • પોર્ટ ઓથોરીટી બીલમાં કામદારો અંગેનો સ્ટૅન્ડ કરવામાં આવે!

પોર્ટ ઓથોરીટી બીલમાં કામદારો અંગેનો સ્ટૅન્ડ કરવામાં આવે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટએન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા મુંબઈના જેએનપીટી ખાતે આયોજીત ફેડરેશનની બેઠકમાં હાજરી આપી સરકાર દ્વારા લવાઈ રહેલા ઓથોરીટીના બીલમાં કામદારોના ભાગ અંગે સ્પષ્ટતા કરવાની માંગ સાથે આગામી 18/08 પછી ગમે ત્યારે હડતાલની જાહેરાતને સમર્થન આપ્યુ હતુ.

ઓલ ઈન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશનની મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે બેઠક મળી હતી. જેમાં બંદર અને ગોદી કામદારોના 10 મહાસંઘોએ તા.18/08 પછિ ક્યારે પણ દેશવ્યાપી હડતાલના નિર્ણયને સમર્થન આપ્યુ હતુ. શીપીંગ મંત્રાલયની નીતીઓ અને પોર્ટ પ્રશાસના અણઘડ વહિવટ તથા મજુર વિરોધી પોલીસી અંગે ચિંતા વ્યક્ત કરી સરકાર દ્વારા લવાઈ રહેલા મેજર પોર્ટ ઓથોરીટી બીલમાં કામદારોના હિતો, તેમના કામની શરતો, પેન્શન, મેડિકલ સુવિધાઓ અંગે સ્પષ્ટ જોગવાઈ કરવા માંગ છે. બેઠકમાં ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ હનીફ, ક્રિષ્ણામુર્તિ, સુરેશચંદ્ર શેટ્ટી,કંડલાથી મનોહર બેલાણી, સીમા મોહન સહિતના જોડાયા હતા.

18-8 પછી ક્યારે પણ હડતાલને ગોદી કામદારોના 10 મહાસંઘોનું સમર્થન

અન્ય સમાચારો પણ છે...