તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકનાં મોતની તપાસ કરો

પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકનાં મોતની તપાસ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ખાતે પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત તથા સમગ્ર રાજ્યમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે. ઉત્તર ગુજરાત કડવા પાટીદાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આંદોલનની ચિમકી પણ આપી છે.

કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, પાટીદાર યુવક કેતન પટેલનું પોલીસ કસ્ટડીમાં અમાનુશી અત્યાચાર કરી, શરીર સાથે વિકૃત ચેડા કરી હત્યા કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે. આરોપી સામે ફોજદારી ગુનો દાખલ કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી સમાજમાં પોલીસ પ્રત્યેવિશ્વાસ જળવાઇ રહે તે પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉનાકાંડની જેમ સરકારને ત્વરિત પગલા લેવા માગ કરવામાં આવી છે.

ગાંધીધામના પાટીદાર સમાજ દ્વારા પોલીસ કસ્ટડીમાં યુવકના મોત અંગે તપાસની માંગ કરી હતી.

ગાંધીધામના પાટીદાર સમાજની કલેક્ટરને રજૂઆત

ઉચિત પગલાં લેવા સમાહર્તાને આવેદન

અન્ય સમાચારો પણ છે...