તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેઘાના પ્રથમ રાઉન્ડમાંજ શહેરમાં પાણી પાણી

મેઘાના પ્રથમ રાઉન્ડમાંજ શહેરમાં પાણી-પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકાની િનંભર નીતિના કારણે લોકોને હેરાન પરેશાન અવારનવાર થવું પડે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા છતાં લોકોને સુવિધા આપવામાં પાલિકા સરેઆમ નિષ્ફળ જાય છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં વ્યવસ્થિત રીતે નાળાની સફાઇ કરવામાં આવતા ઠેર ઠેર સામાન્ય વરસાદે પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાલિકાએ ખાતાકીય રીતે નાળાની સફાઇ પોતાની રીતે 10 લાખના ખર્ચે કરાવ્યા પછી પણ પરિસ્થિતિ દર ચોમાસા જેવી ઉભી થઇ છે. સામાન્ય વરસાદએ ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં ચોમાસાની સીઝનમાં પાણી ભરાય તે માટે પાલિકાના સત્તાધીશો દ્વારા વર્ષે નવો અભિગમ દાખવીને પાલિકા પોતે કોન્ટ્રાક્ટ આપવાના બદલે કામગીરી કરે તેવો નિર્ણય લીધો હતો. નાળાની સફાઇ પાછળ 10 લાખની જોગવાઇ કરવામાં આવી હતી. મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં પાલીકાના સત્તાધીશોની પાણી ભરાવાની આશા પર પાણી ફેરવી દેવામાં આવ્યું હતું. લીલાશા, સુંદરપુરી, સપનાનગર, ગાયત્રીનગર, ભારતનગર, મુખ્ય બજાર સહીતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મામામા

જનતા કોલોની

ઝંડા ચોક

ચાવલા ચોક

પાલિકાના પદાધિકારીઓ ડોકાતા પણ નથી

શહેરનાજુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે ત્યારે કેટલાક સ્થળ પર પાણીના નિકાલની વ્યવસ્થા હોવાની અને દબાણ હોવાથી પાણી ભરાયા છે. બાબતે રહીશો દ્વારા અગાઉ અવારનવાર રજુઆતો પણ કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર પગલા ભરાયા નથી. જેના કારણે લોકોમાં રોષની લાગણી જન્મી છે. કેટલાક પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં ડોકાતા પણ હોવાથી લોકોમાં કચવાટ ફેલાઇ રહ્યો છે. જો કે અન્ય કેટલાક પદાધિકારીઓ પોતાના વોર્ડમાં રાઉન્ડ લઇને પાણીના નિકાલ માટે પ્રયત્નશીલ પણ બન્યા છે.

બાળકોએ વરસાદની મજા માણી

ગરમીથીત્રસ્ત બનેલા લોકોને મેઘરાજાએ રાહત કરી દીધી હતી. વરસાદના આગમનને પગલે ટેણીંયાઓ ગેલમાં આવી ગયા હતા. વરસતા વરસાદમાં નહાઈને મોજ માણી હતી. અન્ય શહેરીજનોએ પણ વરસતા વરસાદમાં બહાર નિકળીને આનંદ માણ્યો હતો.

અગાઉ25 થી 30 લાખનો ખર્ચ કરવામાં આવતો હતો

વરસાદીનાળાની સફાઇ પાછળ પાલિકા દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર નાંખવામાં આવે તો અગાઉના વર્ષોમાં 25 થી 30 લાખની રકમ ખર્ચવામાં આવતી હતી તેમ છતાં લોકોને પાણી ભરાવાની યાતનામાંથી પાલિકા બહાર લાવી શકયું હતું તે હકીકત છે.

પાલિકાએ વખતે 10 લાખના ખર્ચે નાળા સફાઇ કરાવી હતી

સામાન્ય વરસાદે પાલિકાની નાળાની સફાઇની પોલ ખોલી : લીલાશા, સુંદરપુરી, સપનાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં

અન્ય સમાચારો પણ છે...