તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેજ રિવિઝન કમિટીની મીટીંગ 23મીએ મેંગ્લોર ખાતે મળશે

વેજ રિવિઝન કમિટીની મીટીંગ 23મીએ મેંગ્લોર ખાતે મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટ સહીતના પોર્ટના બંદર અને ગોદી કામદારોના પગાર સુધારણા અંગે થઇ રહેલા પ્રયત્ન અંગે આગામી દિવસોમાં મહત્વની બેઠક મળનાર છે. મેંગ્લોર પોર્ટમાં વેજ રીવીઝન બોર્ડની મળનાર 23મીએ મળનારી બેઠકમાં કંડલા પોર્ટમાંથી પણ આગેવાનો જઇને રજુઆત કરે તેવી શક્યતા છે.

સુત્રોમાંથી મળતી માહીતી મુજબ પોર્ટ અને ગોદી કામદારોના પગારને અનુલક્ષીને છેલ્લા કેટલાક સમયથી વેજ રીવીજનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તબક્કાવાર બાબતે દરખાસ્તો પણ કરવામાં આવી હતી. કંડલા પોર્ટ સહીત દેશના અન્ય પોર્ટ માટે મહત્વની કવાયતમાં જોવામાં આવે તો આગામી 23મીએ મેંગ્લોર પોર્ટ ખાતે વેજ રીવીઝન કમીટીની મીટીંગ રાખવામાં આવી છે જેમાં મહત્વના પ્રશ્નોની ચર્ચા પણ થશે તેમ જણાઇ રહ્યું છે. કંડલા માંથી લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી, મોહન આસવાણી વગેરે હાજરી આપે તેવી શક્યતા નકારી શકાતી નથી. કર્મચારીઓના પગારના પ્રશ્ને અવારનવાર રજુઆતેા થતી હોય છે. એકબાજુ સરકાર દ્વારા મેજર પોર્ટ ઓથારીટી એક્ટ લાવવામાં આવી રહ્યો છે જેને કારણે અનેકવિધ બાબતો અંગે અગાઉ વિરોધ પણ નોંધાવાઇ ચુકયો છે. ખાનગીકરણની દિશામાં મહત્વના પગલા ભરાશે તેવી દહેશત કામદાર વર્તુળોમાં ઉઠયા પછી અંગે સબંધીત ઓથોરીટીમાં રજુઆતો પણ કરવામાં આવી હતી અને મામલો સમીતી સમક્ષ પણ પહોંચાડવામાં આવ્યો છે. આવા સંજોગોમાં વેજ રીવીજનની બેઠક મહત્વની પુરવાર થઇ શકે તેમ છે.

KPTના લેબર ટ્રસ્ટીઓ બેઠકમાં હાજરી આપી પગાર સુધારણા અંગે ચર્ચા કરશે

મેજર પોર્ટ ઓથોરીટી એક્ટ લાવવાની હિલચાલ

અન્ય સમાચારો પણ છે...