• Gujarati News
  • National
  • લાઇન તૂટતાં હજારો લિટર પાણી વેડફાયું

લાઇન તૂટતાં હજારો લિટર પાણી વેડફાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ-આદિપુરમાં ઉનાળાના પ્રારંભે લોકોને પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે રામબાગ રોડ પર નર્મદા નહેર વિભાગની કચેરી સામે પાણીની લાઇન તુટતાં રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. હજારો લીટર પાણી વેડફાઇ ગયું હતું. જોકે, બાબતે પાલિકાના તંત્રને કોઇ જાણકારી હતી.

ઉનાળો શરૂ થતાં પાણીની માંગમાં વધારો શરૂ થઇ રહ્યો છે. પાલિકામાં વધુ આઠ એમએલડી પાણી મળી કુલ 35 એમએલડી પાણી નર્મદાનું ઉપાડવાની કવાયત શરૂ કરી છે. સાથે સાથે શરૂઆતથી પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ફરિયાદનો ઉકેલ લાવવા પાલિકાનું તંત્ર એક બાજુ નિષ્ફળ જઇ રહ્યું છે તેની સાથે જોવામાં આવે તો પાણીનો બગાડ થતો અટકાવવા પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી તેવો ઘાટ થયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે રામબાગ રોડ પર પાઇપલાઇ તુટી જતાં પાણી વેડફાઇ ગયું હતું. રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકો સહિત અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો ફોરલેન બનતો હોઇ તે માટે માર્ગ ખોદવામાં આવ્યો છે તેથી પાણી દૂર -દૂર સુધી ફેલાઇ ગયું હતું. અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની લાઇન કેવી રીતે તુટી છે અને સમારકામ થયું છે તે અંગે પાલિકાના સંપર્ક સાધતાં પાલિકા અજાણ હોય તેમ જણાતું હતું. ત્યારે સીઓ નીતિન બોડાતે તો ફોન ઉપાડવાની તસ્દી લેવાનું ટાળ્યું હતું. તેને કારણે કેટલું પાણી વેડફાઇ ગયું. અને શું પગલા ભર્યા તેની માહિતી મળી શકી નથી.

આદિપુર ખાતે નર્મદા નિગમની કચેરી પાસે ભરાયેલું પાણી.

કચેરીના ગેટ પાસે જળભરાવ

નર્મદા ભવનની કચેરી સામે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું

અન્ય સમાચારો પણ છે...