• Gujarati News
  • National
  • ચેટીચંડના દિવસે વીજ તંત્રની બેદરકારીથી લોકરોષ

ચેટીચંડના દિવસે વીજ તંત્રની બેદરકારીથી લોકરોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરખાતે ચેટીચંડની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો હતો અને લોકો અકળાયા હતા કારણ કે, સવારના ભાગે 9:30 થી 12:15 સુધીમાં આઠથી દસ વખત લાઇટો ચાલી જતાં દરેક સ્થાનોએ ઉચાટ ફેલાયો હતો અને લોકોએ વારંવાર લાઇટો જતાં વીજ તંત્રમાં જાણ કરવાનો પ્રયાસ કરતાં ફોન સતત એંગેજ આવતો રહ્યો હતો. પછી લોકો વીજ કચેરીએ જતાં ત્યાં ફોન બાજુમાં રાખી દેવાયેલો નજરે ચડ્યો હતો.

આદિપુરમાં દરિયાલાલ જયંતી અને ચેટીચંડ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. અગત્યના પ્રસંગોએ પણ વીજ તંત્ર વ્યવસ્થા જાળવી શક્યું હોય રીતે વારંવાર લાઇટો ચાલી જવાના બનાવોથી લોકોમાં રોષ ફેલાયો હતો. વિવિધ કાર્યક્રમોમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સબંધે અમુબક લોકોએ ફોન લાગતાં વીજ કચેરીએ દોડી જવાનું પસંદ કરતાં ત્યાં ફોન બાજુમાં મુકી દેવાયેલો નજરે ચડતાં રોષ ફેલાયો હતા. વિરૂદ્ધ પગલા લેવા માગ ઉઠી છે.

મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી

સબંધેવીજ ઇજનેર ચુડાસમાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, આવી કવોઇ ફરિયાદ આવી નથી છતાં હું જોવડાવી લઉં છું અને કોઇ જગ્યાએ ફોલ્ટ હશે તો તાત્કાલીક સમારકામ કરી લેવા સૂચના આપું છું.

સવારના ભાગે વારંવાર વીજળીએ રૂસણા લીધા

અન્ય સમાચારો પણ છે...