ગાંધીધામ સુધરાઇ દ્વારા વિક્રમી વેરા વસૂલાત કરાઇ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ગાંધીધામ
ખાસસફાઇ વેરો અને પાણીના સૂચિત નવા દરથી લોકો પર આવી પડનારા આર્થિક બોજાની માહિતી આપવાના હેતુથી કોંગ્રેસ દ્વારા ચાવલા ચોકમાં મંગળવારે ધરણા યોજવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી જાહેરમાં ચર્ચા કરવા ભાજપને પડકાર ફેંક્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક સમીપ જોશીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. ગટરના કામમાં પાછળ એપ્રિલ-2014થી જાન્યુઆરી સુધી 10 મહિનામાં 3 કરોડનું આંધણ કરવામાં આવ્યું છે. સફાઇમાં પણ માસિક 40 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આજે પણ કેટલાક વિસ્તારમાં સફાઇના નામે મીંડું છે. પાલિકાના ભ્રષ્ટાચાર અંગે જાહેરમાં તેણે વિપક્ષના નેતા સંજય ગાંધી સાથે રહી જાહેરમાં ચર્ચા કરવા ભાજપને પડકાર ફેંક્યો હતો.