તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાઇવે પર બેફામ રીતે ચાલતા ઓવરલોડ વાહનોથી જોખમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇવે પર બેફામ રીતે ચાલતા ઓવરલોડ વાહનોથી જોખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એશિયાનાસૌથી મોટા ટિમ્બર ઉદ્યોગ ધરાવતા સંકુલમાં વાહનોમાં કેપેસીટી કરતા વધુ માલનો ભરાવો કરીને આડેધડ રીતે લોકોને આફતરૂપ બની શકે તેવી રીતે માલસામાન ગોઠવવામાં આવે છે. પોલીસ પણ આવા વાહનો સામે એક યા બીજા કારણોસર કોઇ કામગીરી કરતી નથી. જેને કારણે આવા વાહનચાલકોને મોકળું મેદાન મળી ગયું છે.

નેશનલ હાઇવે તથા ટાગોર રોડથી ગળપાદર સહિતના રોડ પર રોજ મોટી સંખ્યામાં મોટા વાહનોની અવરજવર રહે છે. માલનું પરિવહન પણ જે-તે વાહનની ક્ષમતા કરતા વધુ ભરવામાં આવે છે તથા નિયમ મુજબ જે-તે માલ ગોઠવવો પડે તેના બદલે બહારની સાઇડમાં પણ મૂકવામાં આવતા કેટલીક વખત પાછળ આવી રહેલા વાહનને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માત પણ નોતરી દે છે. આવા વાહનો પર રેડિયમપટ્ટી લગાવવામાં પણ આવતી હોવાથી પાછળ આવતા વાહનો ઘૂસી જતા હોવાની ફરિયાદ રોજિંદી બની છે. વાહનચાલકોમાં રકઝક બાદ મામલો પોલીસ ચોપડે ચડતો નથી. પોલીસની નાક નીચે બેફામ રીતે અવરજવર કરતા આવા વાહનો પર અંકુશ લાદવાની જરૂર છે.

અકસ્માતને નોતરૂ આપનાર સામે આંખ મિંચામણા

હાઇવે પરથી પસાર થઇ રહેલી ટ્રક અને તેમાં ખડકેલું લાકડું.

પોલીસની મૂકપ્રેક્ષકની ભૂમિકાથી લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો