તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં 60 કરોડની કર ચોરી પકડાયા પછી : ભીનું સંકેલવા વેપારીઓની દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં 60 કરોડની કર ચોરી પકડાયા પછી : ભીનું સંકેલવા વેપારીઓની દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાવાણિજ્યિક વેરા વિભાગ દ્વારા ગાંધીધામના લાકડાના વેપારીઓ ઉપર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. 27 વેપારીના 45 સ્થળે અઠવાડિયા સુધી ચાલેલી તપાસ બાદ 60 કરોડથી વધુ રકમની વેટ ચોરી ઝડપાઇ હતી. વેટ કૌભાંડના મૂળ સુધી પહોંચીને વેરો વસૂલવામાં આવશે, તેવી સ્પષ્ટ જાહેરાત વેટ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. જોકે, કેટલાક વેપારીઓએ રાજકીય છેડા અડાવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા હોવાનું બહાર આવી રહ્યું છે.

વેટ વિભાગ દ્વારા અઠવાડિયા સુધી ગાંધીધામના ટિમ્બરના વેપારીઓને ત્યાં ચાલેલી તપાસમાં મોટા પ્રમાણમાં વેટચોરી બહાર આવી છે. તપાસમાં ડમી માણસો ઉભા કરીને સરકારની તિજોરીમાં મોટા પાયા પર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવું જણાઇ રહ્યું છે. જે-તે વેપારીના રીટર્ન પણ ફાઇલ થયા હોવા સહિતની ગંભીર ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. દરમિયાન, વેટ કમિશ્નર પી.ડી. વાઘેલાએ એવી જાહેરાત કરી છે કે, વેપારીઓને ખોટી રીતે પરેશાન નહીં કરાય, પરંતુ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. વેટ કૌભાંડના મૂળ સુધી પહોંચીને વેરો વસૂલવામાં આવશે. સુરત, અમદાવાદ અને ભાવનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કરચોરીનો આંક 400 કરોડે પહોંચવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. વેટચોરીના પર્દાફાશના પગલે વેટચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ભીનું સંકેલાય તે માટે દોડધામ કરી રહ્યા છે.

ચાર માસમાં 529 કરોડની આવક થઇ

ગાંધીધામનીનાયબ વાણિજ્યિક વેરા કમિશ્નરની કચેરી દ્વારા વેરા વસૂલાત માટે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વર્ષ 2015-16માં 16.52 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. તેની લગોલગ પહોંચી ગયા હતા, જ્યારે વર્ષ 2016-17ના એપ્રિલથી જુલાઇ સુધીના આંકડા જોવામાં આવે તો 529.10 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે સાત ટકાથી વધુ વધારો થયો છે.

ડેપ્યુટીકમિશ્નરને ભાવનગર બદલાવાયા

ગાંધીધામનાયબ વાણિજ્યિક વેરા કમિશ્નર બી.કે. પટેલની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પટેલ અંદાજે ત્રણ વર્ષથી વધુ સમય સુધી ગાંધીધામ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેના સ્થાને અમદાવાદથી ભૂપેન્દ્ર શ્રીમાળીને મુકવામાં આવ્યા છે. સોમવારે નવા અધિકારી ચાર્જ લે તેવી શક્યતા છે.

કૌભાંડના મૂળ સુધી પહોંચી વેટ વસૂલાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો