તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વચલી બજારમાં રસ્તા માટે આઠ દિ\'માં વેપારીઓની પુન: રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વચલી બજારમાં રસ્તા માટે આઠ દિ\'માં વેપારીઓની પુન: રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામશહેરના હાર્દસમા વિસ્તાર વચલી બજારમાં કેપીટી દ્વારા બ્લોક પાથરવામાં આવ્યા પછી વર્ષો સુધી કોઇ સુવિધા ઉભી કરવામાં આવી નથી. વિસ્તારના વેપારીઓ દ્વારા ગત પહેલી સપ્ટેમ્બરના વેપારીઓએ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કર્યા બાદ કારોબારી સમિતિના ચેરમેનને તા.8ના રજૂઆત કરી હતી.

શહેરીજનોને સુવિધા આપવા પાછળ સત્તાધિશો દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. લાખો રૂપિયાના ખર્ચે રસ્તા, પાણી, ગટરના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં કામ થાય છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં કામ થતા હોવાની ફરિયાદ ઉઠે છે. શહેરની વચલી ગલી વિસ્તારમાં વર્ષોથી વેપારીઓને રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને અગાઉ રજૂઆત કરવામાં આવ્યા પછી આઠ દિવસ પછી કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાનીને રજૂઆત કરતાં તેઓએ વેપારીઓને વિસ્તારના દુકાનદારોની સહી લાવીને રજૂઆત કરવા જણાવ્યું હતું. કારણ કે, દબાણનો પ્રશ્ન પણ ઉઠે તેવી શક્યતા છે.

16 ફુટનો રોડ બને તેમ છે

વેપારીઓનાજણાવ્યા મુજબ વિસ્તારમાં કેપીટીએ જ્યારે રસ્તો બનાવ્યો, ત્યારે દુકાનની આગળ ચાર ફુટ અને સામેની સાઇડ ચાર ફુટ મૂકીને રસ્તો તૈયાર કર્યો હતો. 16 ફુટનો રસ્તો બની શકે તેમ છે. જે અંગે તાકીદે કાર્યવાહી કરવામાં આવે, જેથી વેપારીઓને પણ સુવિધા મળે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં દબાણનો પ્રશ્ન અવાર-નવાર પ્રકાશમાં આવતો હોય છે. જેને કારણે પાલિકાને કામ કરવું હોય તો પણ કેટલીક વખત કરી શકતી નથી. જેને કારણે પાલિકાના વગોવણા થતા હોય છે.

ન.પા.પ્રમુખ બાદ કારોબારી ચેરમેનને પણ ઢંઢોળ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો