ભાઇપ્રતાપને ભારતરત્ન આપવા માંગ
ગાંધીધામઆદિપુર સંકુલની સ્થાપના કરનાર ભાઈપ્રતાપને દેશનો સર્વોચ્ય ઈલ્કાબ ભારતરત્ન આપવાની વધુ એકવાર માંગ ઉઠવા પામી છે. ગાંધીધામ- કંડલા સંકુલના નિર્માતા અને સેવાધારી એવા ભાઇપ્રતાપ દીયલદાસને તેમની સેવાઓ અને સમાજ ઉપયોગી કાર્યો માટે ભારતરત્ન આપવા માટે આદિપુરના નાગરીક મહેશ આસનાણીએ માગ કરી છે. અંગે સિધી સદાબહાર ચેરીટૅબલ ટ્રસ્ટ દ્વારા પણ અગાઉ અનેક વાર વિવિધ સ્તર પર રજુઆત થઈ છે. રજુઆતમાં તેમના સંઘર્ષને ટાંકીને તેમને સર્વોચ્ચ સન્માન એનાયત કરવા માંગણી કરાઈ છે.