• Gujarati News
  • National
  • ચાબહાર પોર્ટના ભવિષ્યનો આધાર ભારત અમેરિકા વાર્તાલાપ પર?

ચાબહાર પોર્ટના ભવિષ્યનો આધાર ભારત - અમેરિકા વાર્તાલાપ પર?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈરાનનાચાબહાર પોર્ટના વિકાસ માટે કંડલા પોર્ટ અને જવાહરલાલ નહેરૂ પોર્ટના સંયુક્ત સાહસ ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ દ્વારા પોર્ટમાં ક્રેન અને ફોર્ક લીફ્ટ માટે બીડીંગ કરાયું હતું પણ માર્કેટમાં સ્વીસ એન્જીયરીંગ ગ્રુપનો દબદબો છે પરંતુ તે પ્રક્રિયામાં એટલા માટે ભાગ નથી લઈ શકી કારણ કે અમેરીકન પોલીસી સાથે ઈરાનની અનિશ્ચિતતા હજી પણ કાયમ છે. જેના કારણે કોઇ ટેન્ડર ક્લીયર થતા સમયમર્યાદામાં વિકાસ કાર્ય પુર્ણ કરવા અંગે પ્રશ્નો સર્જાયા છે.

ચાબહાર પોર્ટના કરાર બાદ લગાતાર એક યા બીજા કારણોસર આંતરાષ્ટ્રીય સ્તર પર કંડલા અને કરાર ચર્ચાનો મુદો બની રહ્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ગાંધીધામની મુલાકાત લીધી હતી ત્યારે કંડલા પોર્ટને ચાબહાર પોર્ટ સાથે જોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં બે જહાજ કંડલાથી લોડ થઈને ચાબહાર પોર્ટમાં લાંગરી ચુક્યા છે અને આગામી સમયમાં વધુ જહાજોના આવાગમનની શરૂઆત થવાની છે. ભારત 500 મીલીયન ડોલર ચાબહારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચુક્યું છે. પરંતુ ઈન્ડીયન પોર્ટ્સ ગ્લોબલ દ્વારા ક્રેન અને ફોર્ક લીફટ માટેના એક પણ ટેન્ડર હજી ક્લીયર થઈ શક્યું નથી. કસ્ટમાઈઝ ક્રેનના નિર્માણમાં સ્વીસ એન્જીયરીંગ ગ્રુપ અને ફીનલેન્ડની કંપની અગ્રણી ગણાય છે. પણ ઈરાનની ઈન્ટરનેશનલ બેંકોમાં યુએસ સાથેની પોલીસી સ્થાપક થતા દરવાજાઓ બંધ હોવાથી બીડીંગ પ્રક્રિયાઓમાં તે ભાગ લઈ શકી નહતી. જેથી અઢાર મહિનાના સમયગાળામાં પ્રક્રિયા પુર્ણ થઈ શકે તેમ લાગતુ નથી. જેથી અટકેલા ચાબહાર પોર્ટના વિકાસ કાર્યમાં ભારતના વડાપ્રધાનના યુએસ મુલાકાત દરમ્યાન અટકેલા પ્રોજેક્ટો અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી સંભાવના જાણકારો વર્તુળો વ્યક્ત કરે છે ત્યારે તમામની નજર મોદી અને ટ્રમ્પની મુલાકાત પર લાગેલી છે. ઈરાનમાં ચાઈનાનું પ્રભુત્વ પણ ભવિષ્યમાં ભારતના પ્રોજેક્ટમાં સમસ્યા પેદા કરી શકે તેવી સંભાવનાઓને નકારી શકાતી નથી.

યુએસ પોલીસી સાથે અનિશ્ચિતતાની અસર ટેન્ડર પ્રક્રિયા પર પડી