ગાંધીધામના સુંદરપુરી ચાર રસ્તા પર સંકુલની સૌથી મોટી શાકમાર્કેટ ભરાય
ગાંધીધામના સુંદરપુરી ચાર રસ્તા પર સંકુલની સૌથી મોટી શાકમાર્કેટ ભરાય છે. અહીં ડિસા, હળવદ, રાજકોટ સહિત રાજ્યભરના વિસ્તારોથી બટેકા, ડુંગળી સહિતની વિવિધ શાકભાજીઓ રોજ બહોળા પ્રમાણમાં ઉતરે છે. જેથી અહીં ડિસ્ટ્રીબ્યુટર, રીટેઈલર અને સામાન્ય ગ્રાહકો બહોળી સંખ્યામાં રોજ વહેલી સવારથી એકઠા થાય છે. ઉપરાંત આજ વિસ્તારમાં મજુર વર્ગ પણ એકત્ર થતા રોજ સવાર સાંજ ચક્કાજામ જેવી સ્થીતી સર્જાય છે. અહીં રોજ વેપારીઓ લાખોના વ્યવહારો કરે છે, તો સૌથી સસ્તા ભાવમાં શાકભાજી લેવા પણ આખા શહેરમાંથી ગૃહિણીઓ ખરીદી કરવા અહીં આવી પહોંચે છે. } ધર્મેન્દ્રપ્રજાપતિ