Home » Gujarat » Bhuj » Gandhidham » 30 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી અપાઇ

30 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી અપાઇ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

ગાંધીધામના કાર્ગો તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા દ્વારા આડોડાઇ કરવામાં...

  • 30 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી અપાઇ
    ગાંધીધામના કાર્ગો તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા દ્વારા આડોડાઇ કરવામાં આવી રહી છે. સુવિધાઓ ન મળતા અવારનવાર રજુઆતો કરવામાં આવ્યા છતાં કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. રાષ્ટ્રીય દલીત અધિકાર મંચના નેજા હેઠળ આજે આ મુદે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી તાકીદે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. 30 દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

    ગાંધીધામની સ્થાપના થઇ ત્યારથી ગાંધીધામ શહેરના મધ્યે કાર્ગો વિસ્તારમાં ઝુપડપટ્ટી આવેલી છે. અને ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહત પણ આવેલી છે.

    હજારો પરિવારો આ બંને સ્થળોએ વસવાટ કરી રહ્યા છે અને ગાંધીધામના વિકાસમાં તેમનું પણ યોગદાન રહેલું છે. જે વસવાટ કરે છે તે લોકો ગરીબ પરીવારના છે. પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અવારનવાર રજુઆતો કરી છે પરંતુ પાણી, લાઇટ, ગટરલાઇન, શિક્ષણ, મેડીકલ સહીતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપી નથી. તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કરીને 30 દિવસમાં સુવિધા ઉપલબ્ધ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી રહી છે.

    કાર્ગો-હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

    જગ્યા આપો તો સુવિધા ઉભી કરી દઇએ

    પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ આ વિસ્તારના લોકો જો આંગણવાડી આરોગ્ય કેન્દ્ર માટે જમીન આપે તો ત્યાં સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ માટે તેમની લાગણી પર ધ્યાન પણ આપવામાં આવશે અને જો જમીનની વ્યવસ્થા કરી દેવામાં આવશે તો ટૂંક સમયમાં સુવિધાઓ ઉભી કરી દેવાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending