Home » Gujarat » Bhuj » Gandhidham » 80 લાઇન કેબીન ધારકોને ન્યાય આપવા માંગણી કરાઇ

80 લાઇન કેબીન ધારકોને ન્યાય આપવા માંગણી કરાઇ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા આદીપુર મદનસિંહ સર્કલથી આગળ લઇ જઇને 80 લાઇન કેબીનના રસ્તે ડબલ રોડનો પ્રોજેક્ટ તૈયાર...

  • 80 લાઇન કેબીન ધારકોને ન્યાય આપવા માંગણી કરાઇ
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા આદીપુર મદનસિંહ સર્કલથી આગળ લઇ જઇને 80 લાઇન કેબીનના રસ્તે ડબલ રોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામા઼ આવ્યો છે. રોડ પહોળો કરીને સુવિધા આપવાની આ કામગીરીમાં એસઆરસી અને પાલિકા વચ્ચે કેબીનોને લઇને પ્રશ્નો પણ ઉભા થયા છે. દરમ્યાન કેબીન ધારકો દ્વારા આજે પાલિકા પ્રમુખને રજુઆત કરીને ડબલ રોડ તૈયાર કરવા માટે સહયોગ આપવાની ખાત્રી આપીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે માંગણી કરવામાં આવી હતી.

    ગાંધીધામ અને આદીપુર વિસ્તારમાં લોકોને સારી એવી સુવિધા મળી રહે તે માટે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવે છે તેમાં કેટલાક કિસ્સામાં પ્રશ્નો પણ ઉભા થાય છે. અડચણરૂપ આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો જે તે પ્રોજેક્ટ ખોરંભે ચડે છે. આવા જ એક પ્રોજેક્ટમાં 80 વાળી લાઇનના કેબીનધારકોએ આજે પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રાને રજુઆત કરી હતી કે ડબલ રોડની કામગીરી કરવામાં આવી છે તેમાં સહયોગ આપીશું. 50 વર્ષથી વધુ સમયથી કેબીન રાખીને પેટીયું રળી રહ્યા છે. કેબીનની ટ્રાન્સફર કે વારસાઇ કરવામાં આવતી નથી. જેના કારણે મુશ્કેલી પડી રહી છે. યોગ્ય કાર્યવાહી કરવાની પ્રમુખએ ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એસઆરસી સાથે યોજાયેલી બેઠકમાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમીતી ચેરમેન તારાચંદભાઇ ચંદનાનીએ બેઠકમાં કેબીનોના મુદે ઉભી થયેલી મડાગાંઠ દુર કરીને તેના માટે જે તે સુવિધાઓ ઉભી કરવા માટે ચર્ચા પણ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ- આદિપુરમાં જીડીએ, એસઆરસી, કંડલા પોર્ટ અને પાલિકા વચ્ચે અવારનવાર કાંઇકને કાંઇક પ્રશ્નો ઉભા થતા હોય છે. એક ઓથોરીટી પાસે સમાન નિયમ ન હોવાથી એકબીજા ઉપર ઢોળી દેવાનો પ્રયત્ન કરવામાં આવતાં લોકોના પ્રશ્નો અટવાયા કરતા હોય છે. આ પરીસ્થિતિ દૂર કરવા માટે ભાજપના આગેવાનો ક્યારે ચિંતન કરશે તે એક પ્રશ્ન છે.

    સંકલનનો અભાવ

    ગાંધીધામ પાલિકાના કેટલાક કામોમાં અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલનનો અભાવ કે ચાલી આવતી ખેંચતાણની રાજનીતિના કારણે વિવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જે તે સમયે કરવામાં આવતી કામગીરી પછી નીયત સમયે પ્રોજેક્ટની અમલવારી ન થતા જે તે પ્રોજેક્ટમાં વિલંબ પણ થઇ રહ્યો છે. ભાજપના વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી છે કે અગાઉ છએક મહીનાથી તૈયાર થયેલા જુદા જુદા પ્રોજેક્ટમાં જો મંજુરી આપી દેવામાં આવી હોત તો હાલ કામ આખરી તબક્કામાં પહોંચ્યું હોત.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending