Home » Gujarat » Bhuj » Gandhidham » ગોકુલ રીફાઇનરીનું પાણી નદીમાં ઠલવાયું?

ગોકુલ રીફાઇનરીનું પાણી નદીમાં ઠલવાયું?

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સાંગ નદીના આઉટ લેકની વિઝીટ કરવામાં આવતા એક કંપની દ્વારા ગંદુ પાણી નદીમાં...

  • ગોકુલ રીફાઇનરીનું પાણી નદીમાં ઠલવાયું?
    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સાંગ નદીના આઉટ લેકની વિઝીટ કરવામાં આવતા એક કંપની દ્વારા ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા પાઇપલાઇન જે કંપનીમાં નિકળતી હતી તેની સામે કાર્યવાહી કરવા માટે રીપોર્ટ કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંકુલમાં જુદા જુદા સ્થળ પર તબક્કાવાર તપાસ કરવામાં આવતી હોય છે. કેટલાક સંજોગોમાં ફરિયાદ ઉઠ્યા પછી પણ તપાસ કરીને તેનો અહેવાલ મોકલી આપવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા કંડલામાં ગેસ લીકેજની ઘટના બની હતી. તેમાં પણ જીપીસીબીના અધિકારી ચૌધરીએ આપેલી માહિતી મુજબ જીપીસીબી દ્વારા બે દિવસથી ગળપાદર રોડ પર સાંગ નદી આસપાસના આઉટલેકમાં તપાસ કરવામાં આવી હતી. આ વીઝીટ દરમિયાન નદીમાં ઔદ્યોગિક પાણી આવતું હોવાની પ્રતિતિ થતાં તેનું પગેરૂં શોધવા માટે ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જેસીબી સાથે ખોદકામ કરીને તપાસ કરવામાં આવતાં પાણીની પાઇપલાઇન ગળપાદર રોડ પર આવેલા ગોકુલ રીફાઇનરી કંપનીમાં નિકળી હતી.

    આ કંપનીમાંથી પાણીની પાઇપલાઇન જણાતા આ અંગેનો અહેવાલ તૈયાર કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રાજકોટ કચેરીને મોકલી આપવામાં આવ્યો છે. સદર ફરિયાદ સંદર્ભે ગોકુલ રીફાઇનરી કંપનીના સત્તાધિશોનો સંપર્ક સાધી શકાયો ન હોવાથી તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

    સંકુલ, ભચાઉ અને અંજારની આસપાસ જોવામાં આવે તો કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ ઓકવામાં પાછીપાની કરવામાં આવતી નથી. કેટલીક કંપનીઓ સામે આ અંગે અગાઉ પગલા પણ ભરાયા હતા. પરંતુ પાછળથી હોતી હૈં ચલતી હૈંની કાર્યવાહી થતી હોય છે. કેટલાક ગ્રામજનો દ્વારા પ્રદૂષણના મુદ્દે ફરિયાદ પણ વખતો વખત કરવામાં આવે છે.

    અડીખમ મહિલા ગ્રૂપ દ્વારા તંત્રને ઢંઢોળવામાં આવ્યું છે

    માજી સાંસદ પૂનમબેન જાટ દ્વારા મહિલાઓના વિવિધ પ્રશ્નો સહિતના મુદ્દે બિન રાજકીય સંગઠન મહિલાઓનું તૈયાર કરવામાં આવ્યું છે. આ સંગઠન દ્વારા થોડા સમય પહેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ચિમકી આપીને પ્રદૂષણ ઓકતા એકમો સામે પગલા ભરવા માટે માગણી કરવામાં આવી હતી. જે તે કંપનીઓના નામ પણ આપીને તેની સામે તપાસ કરવા કરાયેલી માગણીમાં વિલંબ થશે તો આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

    ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સાંગ નદીના આઉટ લેકની વિઝીટ કરવામાં આવતા એક કંપની દ્વારા ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા પાઇપલાઇન જે કંપનીમાં નિકળતી હતી તેની સામે કાર્યવાહી કરવા માટે રીપોર્ટ કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંકુલમાં જુદા જુદા સ્થળ પર તબક્કાવાર તપાસ કરવામાં આવતી હોય છે. કેટલાક સંજોગોમાં ફરિયાદ ઉઠ્યા પછી પણ તપાસ કરીને તેનો અહેવાલ મોકલી આપવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા કંડલામાં ગેસ લીકેજની ઘટના બની હતી. તેમાં પણ જીપીસીબીના અધિકારી ચૌધરીએ આપેલી માહિતી મુજબ જીપીસીબી દ્વારા બે દિવસથી ગળપાદર રોડ પર સાંગ નદી આસપાસના આઉટલેકમાં તપાસ કરવામાં આવી હતી. આ વીઝીટ દરમિયાન નદીમાં ઔદ્યોગિક પાણી આવતું હોવાની પ્રતિતિ થતાં તેનું પગેરૂં શોધવા માટે ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જેસીબી સાથે ખોદકામ કરીને તપાસ કરવામાં આવતાં પાણીની પાઇપલાઇન ગળપાદર રોડ પર આવેલા ગોકુલ રીફાઇનરી કંપનીમાં નિકળી હતી.

    આ કંપનીમાંથી પાણીની પાઇપલાઇન જણાતા આ અંગેનો અહેવાલ તૈયાર કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રાજકોટ કચેરીને મોકલી આપવામાં આવ્યો છે. સદર ફરિયાદ સંદર્ભે ગોકુલ રીફાઇનરી કંપનીના સત્તાધિશોનો સંપર્ક સાધી શકાયો ન હોવાથી તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

    હવાના પ્રદૂષણ માપવા માટેના મશીન મુકવામાં આવ્યા

    જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગાંધીધામ, અંજાર આસપાસના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા હવાના પ્રદૂષણના માપ માટે મશીન પણ મુકવામાં આવ્યા છે. જેને કારણે પ્રદૂષણ ફેલાતું હોય તો જાણ થઇ જાય. થોડા સમય પહેલા કંડલામાં પણ આવી રીતે મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. અન્ય કેટલીક ઔદ્યોગિક એકમોએ પણ આ મશીન ઇન્સ્ટોલ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending