Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ચેટીચંડ મેલા સમિતિ દ્વારા ઉજવણી કરાશે

ચેટીચંડ મેલા સમિતિ દ્વારા ઉજવણી કરાશે

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઇષ્યદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતી ચેટીચંડ મહાઉત્સવનો તા.17ના આદિપુર ખાતે...

  • ચેટીચંડ મેલા સમિતિ દ્વારા ઉજવણી કરાશે
    દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઇષ્યદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતી ચેટીચંડ મહાઉત્સવનો તા.17ના આદિપુર ખાતે ધામધૂમથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

    ચેટીચંડ મેલા સમીતી, ભાઇબંધ પંચાયત સિંધી નવજવાન મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં 17મીએ પ્રભુદર્શન હોલ ખાતે સંગીતનો ભવ્ય કાર્યક્રમ સંગીતાલાલા વિજય વાઘવા એન્ડ પાર્ટીનો રાખવામાં આવ્યો છે. તા.18ના સવારે મૂર્તિ પંચામૃત સ્નાન પાંચ કલાકે સવારે કરવામાં આવશે. લાલમંદિર ઉપર કળશ ધ્વજ ચડાવાશે. સવારે 6 કલાકે આરતી, 8 કલાકે બહિરાણા સાહેબ, 9 કલાકે શાહી રવાડી નિકળશે જે આદિપુર શહેરની પરીક્રમા કરીને 12 કલાકે મંદિરમાં પરત ફરશે. પ્રભુદર્શન હોલ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્મને સફળ બનાવવા ઇશ્વર ગુરનાની, ઠાકુર કેશવાણી, મનોહર બેલાણી, ગુલ બેલાણી, ભોલાભાઇ ચંદનાની, ભરત ખેસવાણી, મનોજ મુલચંદાણી, ભરત નાનકાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

    એકતા નવજવાન મંડળ- આદિપુર દ્વારા પણ મીઠડી રાત ઝુલણજી આઇ મુંડ ખિલણજી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ, અશોક સુંદરાણી, અર્ચના અર્ચન દ્વારા મહેફીલમાં રંગત રેલાવવામાં આવશે. તા.19મીના રાત્રે 8.30 કલાકે જય સંતોષી મા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending