Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં વ્યવસાય વેરો ન ભરનાર 44 સામે તવાઇ

અંજારમાં વ્યવસાય વેરો ન ભરનાર 44 સામે તવાઇ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

અંજાર નગરપાલિકા દ્વારા લાયસન્સ વિના વ્યવસાય ચલાવતા 13 અને વ્યવસાય વેરો ન ભર્યા હોય તેવા 31 મળી 44ને નોટિસ પાઠવવામાં...

  • અંજારમાં વ્યવસાય વેરો ન ભરનાર 44 સામે તવાઇ
    અંજાર નગરપાલિકા દ્વારા લાયસન્સ વિના વ્યવસાય ચલાવતા 13 અને વ્યવસાય વેરો ન ભર્યા હોય તેવા 31 મળી 44ને નોટિસ પાઠવવામાં આવતાં નિયમનો ભંગ કરીને વ્યવસાય કરનારાઓમાં ફફડાટની લાગણી જન્મી છે.

    પાલિકાના ગુમાસ્તા વિભાગ દ્વારા પ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉપપ્રમુખ અનિલ ચાવડા, કારોબારી ચેરમેન પ્રકાશભાઇ કોડરાણી, સત્તાપક્ષના નેતા ડેનીભાઇ શાહ, ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન રીતેશગર ગોસ્વામીની સૂચના અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તાધારા અધિનિયમ હેઠળ લાયસન્સ કઢાવવું ફરજીયાત હોઇ સાથે સાથે રિન્યુ કરાવવા માટે પણ કામગીરી કરવાની હોય છે. નિયમસર વેરો ભરવાનો હોય છે. આ બાબતે તાજેતરમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખીમજીભાઇ સિંધવ, ઇન્સ્પેક્ટર શૈલેશભાઇ ગોર, શંકરભાઇ સિંધવ જોડાયા હતા અને લાયસન્સ વિના વ્યવસાય ચલાવતા હોય તેવા 13 અને વ્યવસાય વેરો ન ભર્યો હોય તેા 31 તપાસમાં ખુલ્યા હતા. નિયમનો ભંગ કરીને વ્યવસાય કરનારા સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પાલિકાએ હાલ નોટિસ પાઠવવામાં આવી છે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કોઇ વ્યક્તિ ગુમાસ્તાધારા લાયસન્સ વિના વ્યવસાય કરતો હોય તેને નિયમસર લાયસન્સ લેવું, જેની મુદ્દત પુરી થઇ ગઇ હોય તેને લાયસન્સ રિન્યુ કરવું જરૂરી છે. બાકી રહેલા વ્યવસાયવેરાની રકમ તાત્કાલિક ભરવામાં ન આવે અને અધુરાશ માલુમ પડશે તો નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending