ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મહિલાને આપઘાત માટે મજબુર કરવાના કેસમાં 3 ને 5 વર્ષેની કેદ

    મહિલાને આપઘાત માટે મજબુર કરવાના કેસમાં 3 ને 5 વર્ષેની કેદ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 14, 2018, 02:45 AM IST

    ગાંધીધામની કાસેઝમાં આવેલી કંપનીમાં 2007માં એક શખ્સ દ્વારા સબંધ રાખવા દબાણ કરાતુ હોવાનું અને અન્યો દ્વારા માનસીક...
    • મહિલાને આપઘાત માટે મજબુર કરવાના કેસમાં 3 ને 5 વર્ષેની કેદ
      મહિલાને આપઘાત માટે મજબુર કરવાના કેસમાં 3 ને 5 વર્ષેની કેદ
      ગાંધીધામની કાસેઝમાં આવેલી કંપનીમાં 2007માં એક શખ્સ દ્વારા સબંધ રાખવા દબાણ કરાતુ હોવાનું અને અન્યો દ્વારા માનસીક ત્રાસ અપાતો હોવાથી પરીણીતાએ એસીડપીને આપઘાત કરી લીધો હતો. જે તે સમયે ચકચાર જગાવનાર પ્રકરણમાં કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટૅ 3ને 5 વર્ષેની કેદ ફટકારી એક મહિલાને નીર્દોષ છોડી દીધી હતી. પીડીત મહિલાએ આરોપીઓનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો અને અંતિમ સમયે તબીબને જણાવ્યું હતું.

      12/01/2007 ના કાસેઝમાં આવેલી કોસ્મેટીક પ્રોડ્ક્ટ્સનું નિર્માણ કરતી બાકરોઝ નામની કંપનીમાં કામ કરતી વનીતાબેન રાયશીભાઈ મહેશ્વરીએ એસીડ પી લીધુ હતુ. જે અંગે શરુઆતમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી અને બોલી શકે તેમ ન હોવાથી લેખીતમાં પીડીતાએ તેના સહકર્મી નવીન ઉર્ફે નારણ કરશન મહેશ્વરી સબંધ રાખવા માટૅ દબાણ કરતો હતો અને જો ન રાખે તો બદનામ કરવાની ધમકી આપતો હતો, તો તેની પત્ની ડાઈબેન, રાજબાઈ પુનમ ચુઈયા, ગુણવંત કલાભાઈ શ્રીમાળી વગેરે કર્મીઓ માનસીક ત્રાસ આપતા હતા, જેના કારણે આપઘાત કર્યાનું જણાવ્યુ હતુ. ઘટના બાદ પોલીસે બે મહિલા સહિત ચારથી અટક કરી હતી. થોડા બાદ તેમને જમાનત પર મુકી દેવાયા હતા ત્યારે આ કેસ 11 વર્ષેના વાયરા વાયા બાદ ગાંધીધામ સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેને અનૈતિક સબંધ રાખવા દબાણ કરતો શખ્સ નવિન ઉર્ફે નારણ કરશન મહેશ્વરી, ગુણવંત કલાભાઈ શ્રીવાળી અને રાજબાઈ પુનમ ચુઈયાને પાંચ પાંચ વર્ષેની સખત કેદ અને 5- 5 હજારનો દંડની સજા સંભળાવી હતી. જ્યારે કે આરોપી ડાઈબેન નારણને નિર્દોષ છોડી મુકી હતી. સ્યુસાઈડ નોટ, તબીબને આપેલું છેલ્લુ નિવેદન , નોટમાં હસ્તાક્ષર નિષ્ણાંતે આપેલા સમર્થન, 16 મૌખીક, 35 દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા. સરકારી વકીલ ધનસુખ બી. જોગીએ દલીલ કરી પુરાવા પ્રસ્તુત કર્યા હતા. સરકારી વકિલ જોગી સાથે મુળ ફરિયાદી પક્ષના વકીલ વી.પી.દવે, વી.સી. તેજ્વાણી સાથે રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મહિલાને આપઘાત માટે મજબુર કરવાના કેસમાં 3 ને 5 વર્ષેની કેદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top