તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલાતી નથી

ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલાતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામપાલિકા દ્વારા ગટર ઉભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવા માટે ડ્રેનેજની નવી લાઇન નાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વિકટ સ્વરૂપ લઇ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એમઆઇજી 115માં લાંબા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા ઉદ્દભવી છે. અગાઉ રહીશો દ્વારા બાબતે રજૂઆત પણ કરવામાં આવી છતાં પગલા ભરવામાં આવતાં ફરી એક વખત રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

હાઉસિંગ બોર્ડ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ મકાન નં. 754થી 763માં છેલ્લા દોઢ વર્ષથી ગટરનું પાણી ઉભરાઇ રહ્યું છે. ગટર મિશ્રિત પાણી પણ વિતરણ થઇ રહ્યું છે. જેને કારણે બાબતે અગાઉ તા. 16મી ફેબ્રુઆરીના રહીશોએ રજૂઆત કરી છતાં આજ સુધી ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગટર ઉભરાવવાની સમસ્યાથી વિસ્તારમાં રહેવું દુષ્કર બની જવાની સાથે સાથે માખી-મચ્છરનો ત્રાસ વધી ગયો છે. જેથી રોગચાળાનો ભય ઉભો થયો છે. તાકીદે પ્રશ્નનો નિવેડો લાવવામાં આવે તેવી માગણી રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે, પાલિકા દ્વારા અગાઉની જેમ રજૂઆતને કચરા ટોપલીના હવેલા કરી દેવામાં આવે છે કે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં કરવામાં આવતી ફરિયાદોમાં કોઇ વજનદાર નેતાની સૂચના કે રજૂઆત હોય તો કેટલીક વખત લોકોની સમસ્યા યથાવત રહેતી હોય છે.

હાઉસિંગ બોર્ડના રહીશોએ ફરી એક વખત સીઓને રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...