• Gujarati News
  • આદિપુરમાં સગીરને ઉઠાવી જતાં ચકચાર

આદિપુરમાં સગીરને ઉઠાવી જતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનાતોલાણી વિદ્યામંદિર નજીકમાં રહેતા 17 વર્ષીય સગીરને કોઇ અજાણ્યા શખ્સ ઉઠાવી જતાં તેના ભાઇએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.શહેરના તોલાણી વિદ્યામંદિર નજીકના વિસ્તારમાં રહેતો અશોક દેવજીભાઇ ડાભી (17) ગત તા. 25ના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. સતત બે દિવસ સુધી પરિવારે સતત શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઇ પત્તો મળ્યો હતો, જેને પગલે અશોકના ભાઇ કેતનભાઇએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.