• Gujarati News
  • National
  • કાસેઝમાં વધતી ચોરીની ઘટનાઓ ચિંતાજનક

કાસેઝમાં વધતી ચોરીની ઘટનાઓ ચિંતાજનક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરના ચોતરફ વધી રહેલા વિસ્તાર સામે ટપાલીની અછત

આદિપુરવિસ્તાર આસપાસ દુર સુધી પ્રસરી રહ્યો છે ત્યારે તેની સામે પોસ્ટ વ્યવસ્થામાં હજી વર્ષો જુના સ્ટાફથીજ કામ ચલાવાઈ રહ્યુ છે. આદિપુરમાં પાંજો ઘરથી લઈને શનિદેવ મંદિર આગળના સુધીનો વિસ્તાર આવી જાય છે. જેમાં માત્ર ચાર ટપાલીઓજ કાર્યરત છે.

ગાંધીધામમાં લાંબા સમય સુધી પોસ્ટ મળતી હોવાની કે મોડી મળતી હોવાની ફરિયાદો ઉગ્ર બન્યા બાદ તાજેતરમાં તંત્ર દ્વારા નવા ચાર ટપાલીઓને કોંટ્રેક્ટ બેઝડ પર લેવાયા હતા. તો આદિપુરમાં પણ આજ પ્રકારની સ્થીતીનું નિર્માણ થયુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આદિપુર પોસ્ટ ઓફિસમાં એક મહિલા ટપાલી સહિત 4 પોસ્ટમેનોજ કાર્યરત છે. જ્યારે કે અહિની જરુરીયાત ઓછામાં ઓછા 6 ની છે. જે અંગે અહિના પોસ્ટમાસ્ટર જે.કે.પરમારનો સંપર્ક કરતા તેમણે અંગે ઉપર રજુઆત કરી હોવાનો અને તે માટેની રીવ્યુ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં રક્ષાબંધન નિમિત્તે સંકુલમાં વિવિધ સ્થળોએ રાખડીઓ સમયસર મળી હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી હતી. ત્યાર બાદ ટપાલતંત્રની ઉંઘ ઉડી છે.

આદિપુરની ટપાલ કચેરી

વધુ ટપાલીની ભરતી માટેની રિવ્યુ પ્રક્રિયા ચાલુ

અન્ય સમાચારો પણ છે...